દેશના સૌથી યુવા અને જાંબાજ IPS અધિકારી તરીકે ઓળખાતા સફીન હસન સાહેબ હવે અમદાવાદથી વિદાઈ લઈ મહીસાગર જિલ્લાના SP તરીકે નવી જવાબદારી સંભાળી રહ્યા છે. અમદાવાદ માટે આ એક એવી વિદાઈ છે જે હૃદયને અડકે છે, કેમ કે સફીન સાહેબ માત્ર એક અધિકારી નહીં, પરંતુ એક માનવીય સંવેદનશીલતા ધરાવતા વ્યક્તિ તરીકે લોકોના દિલમાં વસ્યા છે.
અ
મદાવાદમાં તેઓના કાર્યકાળ દરમિયાન થયેલી ટ્રાફિક સુધારણા કામગીરી યાદગાર રહી છે. શહેરમાં વધતી વાહનવ્યવહારની સમસ્યાઓ વચ્ચે તેમણે માત્ર કાયદાનું કડક અમલ જ નહીં કર્યો, પરંતુ લોકોને જાગૃતિના માર્ગે પણ દોરી ગયા. હેલમેટ પહેરવાની ફરજિયાતતા માટે વિદ્યાર્થીઓ સાથે મળીને યોજાયેલ અનોખા કાર્યક્રમો લોકપ્રિય બન્યા. બાળકો દ્વારા માતા-પિતાને હેલમેટ પહેરવા વિનંતી કરાવવાનું અભિયાન તો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું.
સફીન હસન સાહેબના કાર્યમાં એક ખાસ વાત રહી કે તેઓ ક્યારેય માત્ર કાયદાના અધિકારી તરીકે નહીં પરંતુ સમાજના માર્ગદર્શક તરીકે જોવા મળ્યા. અકસ્માત પછી પીડિત પરિવારોની મદદ કરવી હોય કે ગરીબ બાળકોના શિક્ષણ માટે કામ કરવું હોય ,
તેમના માનવીય ગુણોએ તેમને માત્ર IPS અધિકારી નહીં, પરંતુ એક પ્રેરણાત્મક વ્યક્તિત્વ તરીકે ઉભા કર્યા.
અમદાવાદની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે કરાયેલ કામગીરીમાં તેમણે ટેકનોલોજીનો ઉપયોગ વધાર્યો, ટ્રાફિક મેનેજમેન્ટ માટે આધુનિક પદ્ધતિઓ અમલમાં લાવી. યુવાનોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જવાબદારી વધે તે માટે અનેક અભિયાન ચલાવ્યા.
સફીન્ હસન સાહેબને મહીસાગર જિલ્લામાં નવી જવાબદારી માટે અનેક શુભકામનાઓ ..
Subscribe to my channel