Gujarat News : થરા મા ક્ષત્રિય ઠાકોર સમાજ તેરવાડીયા પરિવારના સ્મશાન ભૂમિમા શેડ તથા પાણીની પરબનું ખાત મુહૂર્ત કરાયું..
ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામા કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ધારાસભ્ય ની ગ્રાન્ટ દ્વારા થરા શહેરમા વિવિધ કામોનું ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે આજે ૨૨ મી ઓગસ્ટ ૨૦૨૬ ને શનિવાર ના રોજ બપોરે ૧૨.૩૯ કલાકે ક્ષત્રિય ઠાકોર સમાજ તેરવાડીયા પરિવારના સ્મશાન ભૂમિમા પણ ધારાસભ્યની ગ્રાન્ટ દ્વારા સ્મશાનનો શેડ તથા પીવાના પાણીની પરબનું ખાત મુહૂર્ત શાસ્ત્રી સુરેશભાઈ ત્રિવેદી (વેદીયા)ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે થરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનજી જગાણી,થરા નગર પાલિકા કોર્પોરેટર રાકેશભાઈ શાહ,પૂર્વ કોર્પોરેટર મામતાબેન તેરવાડીયા, મોહ્યુદીનભાઈ મોરવાડીયા,શંભુજી ઠાકોર, થરા શહેર કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ સેલના પ્રમુખ અરવિંદકુમાર મકવાણા,ઈકબાલ મેમણ, કોંગ્રેસ સમિતિ શોષ્યલ મીડિયા ના પ્રવિણજી જગાણી,થરા શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નંબર-૪ ના પ્રમુખ પીન્ટુજી ઠાકોર,વોર્ડ નંબર-૨ ના પ્રમુખ ભેમાભાઈ બુકોલીયા સહીત ક્ષત્રિય ઠાકોર તેરવાડીયા પરિવારના ભાઈઓની હાજરીમા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.મમતામા તેરવાડિયા સહીત દરેકે ધારાસભ્યનો આભાર માન્યો હતો.પ્રમુખ વદનજી જગાણી એ જણાવ્યું હતું કે અમારા લોકલાડીલા સમાજ સેવક અઢારેય વર્ણના વહાલા એક્ટિવ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા તેમની ગ્રાન્ટ માંથી વિકાસના અનેક કામો થઈ રહ્યા છે ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજ તેરવાડીયા પરિવાર ના સ્મશાન ભૂમિમા પણ ધારા સભ્યની ગ્રાન્ટ દ્વારા સ્મશાન નો શેડ બનાવવા ત્રણ લાખ તથા પીવાના પાણીની પરબ માટે બે લાખ રૂપિયાની ગ્રાન્ટ દ્વારા ફળવાયેલ બાંધકામ માટે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.ટૂંક સમયમાં સ્મશાનમા શેડ અને પાણીની પરબનું નિર્માણ કરવામાં આવશે.આ પ્રસંગે ઉપસ્થિત મમતામાં ઠાકોર,જૈન અગ્રણી રાકેશભાઈ શાહ તેમજ દરેક તેરવાડીયા (ઠાકોર) પરિવાર તથા ભાઈઓનો ર્હદય પૂર્વક આભાર માનું છું.




Subscribe to my channel