Gujarat News : થરા માં શ્રીરામજી મંદિરે યોજાયેલ શ્રીરામ ચરિતમાનસ પારાયણની શ્રીરામ રાજ્યભિષેક બાદ આજે પુર્ણાહુતી કરાઈ!!!
છેલ્લા ૭૭ વર્ષ એટલે કે સંવત ૨૦૦૬ થી ૨૦૮૨ અવિરત શ્રી રામજી મંદિરે ચાલતા શ્રીરામ ચરિત માનસ નવાહ પારાયણ ની પુર્ણાહુતી

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात
ઓગડ તાલુકાની ધન્યધરામાં આવેલ થરા જુનાગામતળ ખાતે બિરાજમાન શ્રીરામજી મંદિરે શ્રીરામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યાશ્રી પરમ પૂજ્ય વંદનીય રમાબેનજી હરિયાણીજી ના પાવન સાનિધ્યમાં સરોજબેન ઠક્કર તથા રીંકુબેન ઠક્કર ના સ્વમુખે રવિભાઈ જોષીના તબલાના તાલે,ઓક્ટોપેડ ટીનુભા વાઘેલા,બેન્જો વાદક રજની બારોટ અને મુકેશભાઈ વિરમગામવાળાના શરણાઈની સુરોવચ્ચે ભક્તિમય વાતાવરણમા શ્રીરામ ચરિત માનસ ના પાઠનું પઠન શ્રાવણ સુદ-૧ થી ૯ સુધી બપોરે ૨.૪૫ થી સાંજે ૬.૪૫ કલાક ૯ દિવસ સુધી શ્રીરામ ચરિત માનસનું પારાયણ કરવામાં આવેલ. પોથીયાત્રા બાદ પૂજ્ય વંદનીય રમાબેનજી હરિયાણીજી, ફરશુભાઈ ઠક્કર પરાગ પંપ, પ્રવીણભાઈ ઠક્કર,તુસાર ઠક્કર,લાલાભાઈ તાલબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શ્રીરામ ચરિત માનસના પાઠ ના પઠનની શરૂઆત કરવામાં આવેલ.આ પ્રસંગે છેલ્લા દિવસે ભોજન પ્રસાદના યજમાન સ્વ.ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કાળીદાસ કોટક પરિવાર (રાજેશ્રી મસાલા)સહીત ફળાહાર, દૈનિક યજમાન,શ્રીરામ જન્મ,શ્રીરામ વિવાહ અને શ્રીરામ રાજ્યભિષેક,શ્રીરામ જન્મોત્સવ,શ્રીરામ વિવાહ એમ યોજાયેલ અનેક ઉત્સવો માં દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી.
શ્રીરામ ચરિત માનસ નવાહ પારાયણમાં કોઈને અગવડ ના પડે તેના માટે આયોજકોએ પૂર્વ તૈયારીઓ કરી હતી. આજે છેલ્લા દિવસે શ્રાવણ સુદ નોમ ને શુક્રવાર ૨૧ મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સ્વ. ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કાળીદાસ કોટક પરિવાર ના હસ્તે શ્રીરામ રાજ્યભિષેક કરી ફુલહાર પહેરાવી પૂજા અર્ચના કરી આરતી ઉતારેલ. તાણા-થરા નગરજનો વિશાળ સંખ્યામાં શ્રીરામ ચરિતમાનસ પારાયણનો લાભ લીધેલ.સ્વ. ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કાળીદાસ કોટક પરિવાર (રાજેશ્રી મસાલા) પરિવાર તરફથી આપવામાં આવેલ ભોજન પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છુટા પડ્યા હતા.શ્રીરામ ચરિત માનસ નવાહ પારાયણ માં કોઈને અગવડ ના પડે તેના માટે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વહેપારી એસોસિએશન થરાના પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર,દેશી લોહાણા મહાજનના પ્રમુખ ગૌરવ કોટક,રાજુભાઈ ઠક્કર (નીલકંઠ મેડિકલ),મેહુલ જેન્તીભાઈ ઠક્કર સહીત દરેક આયોજકો ખડેપગે રહી સેવા કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530



Subscribe to my channel