ब्रेकिंग न्यूज़

એટ્રોસિટી ACT નો પાવર ક્યાં,? કોન કરી રહ્યા છે ખિલવાડ

રોજેરોજ વધી રહ્યા છે,અનુ સૂચિત જાતિ પર અત્યાચાર, તંત્રના આંખ આડા કાન કે,?

“ગુજરાતમાં એટ્રોસિટી એક્ટની જોગવાઈઓનો ખુલ્લેઆમ ભંગ, પીડિતોને ન્યાયથી વંચિત રાખવામાં આવી રહ્યા છે”

– માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર

ગાંધીનગર:

ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના નાગરિકો પર થતા અત્યાચારોના કેસોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 તથા તેના હેઠળના નિયમો-1995 અને સુધારા અધિનિયમ 2015-2016 ની અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓનો સતત ભંગ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારે કર્યા છે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર, પોલીસ તંત્ર અને વહીવટી મશીનરી દ્વારા કાયદાની ફરજિયાત જોગવાઈઓનું પાલન કરવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેના કારણે પીડિત પરિવારોને સમયસર ન્યાય મળતો નથી અને આરોપીઓને પ્રોત્સાહન મળે છે.

કાયદાકીય જોગવાઈઓના મુખ્ય ભંગ

૧. મોનિટરિંગ સમિતિઓની બેઠકો નિયમિત યોજાતી નથી

કાયદા મુજબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની મોનિટરિંગ સમિતિ અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા મોનિટરિંગ સમિતિની નિયમિત બેઠકો ફરજિયાત છે. પરંતુ ઘણી જગ્યાએ આ બેઠકો નિયમિત મળતી નથી અથવા માત્ર ઔપચારિકતા પૂરતી જ યોજાય છે.

૨. DySP/ACP સ્તરના તપાસ અધિકારીઓની ભારે અછત

એટ્રોસિટી એક્ટ મુજબ કેસોની તપાસ DySP અથવા ACP કક્ષાના અધિકારી દ્વારા કરવી ફરજિયાત છે. રાજ્યમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવાથી તપાસમાં વિલંબ અને ગુણવત્તાનો અભાવ જોવા મળે છે.

૩. વિશેષ સરકારી વકીલ વ્યવસ્થામાં ખામીઓ

વિશેષ અદાલતોમાં કેસોની અસરકારક રજૂઆત માટે કાયદામાં જોગવાઈ હોવા છતાં સરકારી વકીલોની કામગીરીની નિયમિત સમીક્ષા અને જવાબદારી નિર્ધારણ પૂરતા પ્રમાણમાં થતું નથી.

૪. ૬૦ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરવાની જોગવાઈનો ભંગ

કાયદાની ભાવના મુજબ અત્યાચારના કેસોમાં ઝડપી સુનાવણી થવી જોઈએ, છતાં અનેક કેસો વર્ષો સુધી લંબાતા રહે છે, જેના કારણે પીડિતોને ન્યાય માટે લાંબી રાહ જોવી પડે છે.

૫. કલમ-૪ હેઠળ બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહીનો અભાવ

એટ્રોસિટી એક્ટની કલમ-૪ મુજબ ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે, પરંતુ આવા કેસોમાં જવાબદારી નક્કી થતી જોવા મળતી નથી.

૬. પીડિતો અને સાક્ષીઓની સુરક્ષામાં ગંભીર ખામીઓ

ઘણા કિસ્સાઓમાં પીડિતો અને સાક્ષીઓને પૂરતું રક્ષણ મળતું નથી, જેના કારણે દબાણ, ધમકીઓ અને હુમલાની ઘટનાઓ સામે આવે છે.

૭. પુનર્વસન અને આર્થિક સહાયમાં વિલંબ

અત્યાચારના કારણે અસરગ્રસ્ત પરિવારોને કાયદા મુજબ મળવાપાત્ર સહાય, વળતર અને પુનર્વસનની પ્રક્રિયામાં પણ વિલંબ થતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ

DySP/ACP કક્ષાની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે.

કાયદાકીય ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કલમ-૪ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.

વિશેષ અદાલતોમાં જરૂરી સ્ટાફ અને સુવિધાઓ વધારી ઝડપી ટ્રાયલ સુનિશ્ચિત કરવામાં આવે.

તમામ જિલ્લાઓમાંથી નિયમિત મોનિટરિંગ અને અમલવારી અહેવાલો મેળવવામાં આવે.

રાજ્યવ્યાપી કાનૂની જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે.

પીડિતો, સાક્ષીઓ અને તેમના પરિવારોને સુરક્ષા, વળતર અને પુનર્વસનની જોગવાઈઓનો તાત્કાલિક અમલ કરવામાં આવે.

માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારે જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર એટ્રોસિટી એક્ટની જોગવાઈઓના અમલ અને ઉપરોક્ત મુદ્દાઓ અંગે તાત્કાલિક પગલાં નહીં ભરે, તો દલિત, આદિવાસી અને પ્રગતિશીલ સંગઠનો સાથે મળી રાજ્યવ્યાપી લોકશાહી આંદોલન ચલાવવામાં આવશે અને ગાંધીનગર ખાતે વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે

કાંતિલાલ પરમાર

માનવ અધિકાર કાર્યકર્તા

અમદાવાદ, ગુજરાત

” નિષ્પક્ષ ” નીડર ” તમારા વિસ્તારની બનતી ઘટનાઓ અમારી ન્યૂઝ સાથે પ્રસારિત કરવા પત્રકાર બનો 9727001060

Indian Crime News

Related Articles

Back to top button