જુનાગઢ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો “ખો” દાવ ખેલે છે,.ચેકડેમ ના કામ ની સાચી માહિતી આપતા કેમ ડરે છે,??
કોન્ટ્રાકટર "ભરત ઝાલા" એ સ્પષ્ટ ના પાડી એસ્ટિમેન્ટ નથી, કામ ચાલુ હોય ત્યાં આવતો નહી,,
અકાળા ગીર ગામે ચેકડેમના કામ અંગે ઉઠ્યા પ્રશ્નો, વિભાગો પાસે સ્પષ્ટ માહિતી નથી !! વિભાગો “ખો” આપી રહ્યા છે,

માળિયા હાટીના તાલુકાના અકાળા ગીર ગામ ખાતે તાજેતરમાં પૂર્ણ થયેલા બે ચેકડેમના કામ અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સ્થળની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે જૂના ચેકડેમ ઉપર રિનોવેશન પ્રકારનું કામ કરવામાં આવ્યું હોવાનું જણાય છે.

સ્થળ ઉપર કરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન કામની ગુણવત્તા અને ટેક્નિકલ માળખા અંગે પ્રશ્નો ઊભા થતા સંબંધિત વિભાગો પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વોટરશેડ વિભાગના અધિકારીનો સંપર્ક કરતાં અકાળા ગીર ગામમાં તેમના વિભાગનું કોઈ કામ ચાલુ ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ IRD વિભાગમાં પૂછપરછ કરવામાં આવતા ત્યાંથી પણ આ કામ તેમના વિભાગનું ન હોવાનું જણાવાયું હતું.

આ દરમિયાન ચેકડેમના કામ સાથે સંકળાયેલા હોવાનું જણાવાતા પેટા કોન્ટ્રાક્ટર ભરત ઝાલા સાથે ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો. કામનો એસ્ટિમેટ તથા કામ કયા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે અંગે પૂછપરછ કરતાં તેમણે “એસ્ટિમેટ નથી” હોવાનું જણાવ્યું હતું. વધુમાં, “અમારું કામ ચાલુ હોય ત્યાં આવતો નહીં” તેવો જવાબ આપ્યો હોવાનું ફોન પર થયેલી વાતચીતમાં નોંધાયું છે. જોકે, કામ કયા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે અંગે સ્પષ્ટ માહિતી મળી આવી નથી,,
સ્થળ તપાસ દરમિયાન પ્રાથમિક રીતે એવું જણાયું હતું કે ચેકડેમના પાળાની વચ્ચે ટોળા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બાજુઓમાં સિમેન્ટ કોંક્રિટ કરવામાં આવી છે. જેના કારણે કામની ગુણવત્તા અને ટેક્નિકલ ધોરણોને લઈને પ્રશ્નો ઉભા થયા છે. જોકે, આ બાબતની સત્તાવાર પુષ્ટિ માટે ટેક્નિકલ તપાસ જરૂરી હોવાનું માનવામાં આવે છે.
કામ કયા વિભાગ દ્વારા, કઈ યોજના હેઠળ અને કેટલા ખર્ચે કરવામાં આવ્યું છે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી શકી નથી. જાહેર નાણાંથી કરવામાં આવેલા કામમાં પારદર્શિતા જળવાય અને વાસ્તવિક હકીકતો બહાર આવે તે માટે સંબંધિત વિભાગોમાં માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માંગવાની તથા ઉચ્ચ અધિકારીઓ સમક્ષ તપાસની માંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


Subscribe to my channel