*રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન જૂથોને 1100000 ની લોન*
**રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત તા.૩૦/૦૮/૨૦૨૫ના રોજ તાલુકા પંચાયત કચેરી, હારીજ, મીટીંગ હોલ, ખાતે સવારે ૧૧:૦૦ કલાકે કેશ ક્રેડીટ લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.*
**રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન જૂથોને 1100000 ની લોન**
**રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત તા.૩૦/૦૮/૨૦૨૫ના રોજ તાલુકા પંચાયત કચેરી, હારીજ, મીટીંગ હોલ, ખાતે સવારે ૧૧:૦૦ કલાકે કેશ ક્રેડીટ લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.*
કેમ્પમાં આમંત્રિત મહેમાનોમાં ટી.પી.ઓ.સાહેબશ્રી,મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી,વિસ્તરણ અધિકારીશ્રી (પંચાયત અને સહકાર) તેમજ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક,હારીજ,અડીયા,કાતરા બ્રાંચના બેંક મેનેજરશ્રીઓ તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા,હારીજ બ્રાંચના બેંક મેનેજરશ્રી અને NRLM યોજનાનો તમામ સ્ટાફ તેમજ સ્વસહાય જૂથની બહેનોએ મોટી સંખ્યામાં કેશ ક્રેડીટ લોન કેમ્પમાં હાજર રહ્યા હતા.
કેશ ક્રેડીટ લોન કેમ્પમાં સ્વસહાય જુથોને કુલ રૂપિયા ૧૧૦૦૦૦૦/- (અગિયાર લાખ રૂપિયા) કેશ ક્રેડીટ લોન ચેક વિતરણ કરવામાં આવ્યા.
(૧) ટી.પી.ઓ.સાહેબશ્રીના હસ્તે જય ખોડીયાર સખીમંડળ,જુનામાંકાને ૫૦૦૦૦૦/- (પાંચ લાખ રૂપિયા).
(૨) બરોડા ગુજરાત ગ્રામીણ બેંક,અડીયા બ્રાંચ મનેજરશ્રીના હસ્તે જય સુલેશ્વરી સ્વસહાય જુથ,અડીયાને ૩૦૦૦૦૦/- (ત્રણ લાખ રૂપિયા).
(૩) વિસ્તરણ અધિકારીશ્રી(પંચાયત અને સહકાર)ના હસ્તે જયશ્રી શીતળામાં સખીમંડળ,બોરતવાડાને ૧૦૦૦૦૦/- (એક લાખ રૂપિયા).
(૪) બરોડા ગુજરાત ગ્રામીણ બેંક,હારીજ બ્રાંચ મનેજરશ્રીના હસ્તે જય ચામુંડા સખીમંડળ,એકલવાને ૫૦૦૦૦/- (પચાસ હજાર રૂપિયા).
(૫) બરોડા ગુજરાત ગ્રામીણ બેંક,કાતરા બ્રાંચ મનેજરશ્રીના હસ્તે જય જહુમાં સખીમંડળ,જશવંતપુરાને ૫૦૦૦૦/- (પચાસ હજાર રૂપિયા).
(૬) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા,હારીજ બ્રાંચ મનેજરશ્રીના હસ્તે જય દશામાં સખીમંડળ,ખાખડીને ૧૦૦૦૦૦/- (એક લાખ રૂપિયા) લોન મંજુર કરવામાં આવી.