હિંમતનગર જનસેવા કેન્દ્રમાં સેવા ઠપ – અરજદારો પરેશાન*
*હિંમતનગર જનસેવા કેન્દ્રમાં સેવા ઠપ – અરજદારો પરેશાન*
હિંમતનગર : શહેરના જનસેવા કેન્દ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સેવાઓ અચાનક બંધ થતા નાગરિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
તાજેતરમાં ચાલી રહેલી આંગણવાડી કાર્યકર અને તેડાગર ની ભરતી માટે જરૂરી રહેઠાણનો પુરાવો મામલતદાર શ્રી નો દાખલો ખાસ જરૂરી હોવાથી મહિલાઓની લાંબી કતારો લાગી હતી જ્યારે સર્વર ડાઉન થતા પરેશાની નો સામનો કરવો પડતો હતો. સાથે આધાર કાર્ડ, જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર, આવક/જાતિ દાખલા સહિતની અગત્યની સેવાઓ મળી શકતી ન હોવાથી અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે.
વિદ્યાર્થીઓ, રોજગાર માટે દસ્તાવેજો જરૂરી હોય તેવા યુવાનો તથા તાત્કાલિક કામ ધરાવતા નાગરિકો ખાસ કરીને ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે.
સ્થાનિક નાગરિકોએ તંત્રને માંગ કરી છે કે જનસેવા કેન્દ્રની સેવાઓ તાત્કાલિક પુનઃ શરૂ કરવામાં આવે જેથી સામાન્ય જનતાને રાહત મળે.