Gujarat News ll શેઠ એચ સી પારેખ નવસારી હાઇસ્કુલ, નવસારી નું ગૌરવ ll
નવસારી તા. 10/10/2024 પ્રથમ ક્રમાંકિત વિજેતા વિદ્યાર્થીઓ હવે પછી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાએ સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે
બ્યુરો ચીફ, ચિરાગ પી. ભટ્ટ નવસારી, ગુજરાત
એન સી ઈ આર ટી ન્યુ દિલ્હી, સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, નવસારી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ (ઓક્ટોબર- 2024-25) શેઠ એચ સી પારેખ નવસારી હાઇસ્કુલ, નવસારી ખાતે યોજાયો હતો*
જેમ શેઠ. એચ. સી પારેખ સ્કૂલના વિદ્યાર્થીઓ જુદી જુદી કૃતિઓમાં વિજેતા બન્યા હતા. જેમકે
1) નૃત્ય સ્પર્ધામાં
આયુષી ડી. મોદી (10B) પ્રથમ ક્રમ
2) પરંપરાગત વાર્તા વાંચનમાં
રાજેશ પી. પ્રજાપતિ (10B) પ્રથમ ક્રમ
3) દ્રશ્ય કલા સ્પર્ધામાં:
માહી એ. વાઘ (11B) તૃતીય ક્રમ
પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.
પ્રથમ ક્રમાંકિત વિજેતા વિદ્યાર્થીઓ હવે પછી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાએ સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે.
સર્વે વિજેતા વિદ્યાર્થીઓને તથા માર્ગદર્શક શિક્ષકો લક્ષુભાઈ ચૌર્યા, હસમુખભાઈ પટેલ, વિપુલભાઈ ટંડેલ, મનિષાબેન એમ. ગોધાણી, મિનેષભાઈ ગોહિલ તથા અન્ય શિક્ષકમિત્રોને આચાર્ય રાજેષભાઈ ટંડેલ સહિત સમગ્ર શાળા પરિવારે શુભેચ્છા સંદેશથી વધાવી લીધા હતા.

Subscribe to my channel