Gujarat News ફ્રી શિપ કાર્ડમાં MBBS BAMS BHMS જેવા કોર્ષમાં સ્કોલરશીપ મુદ્દે ધાંધિયા કરતું સમાજ કલ્યાણ ખાતુ……વિદ્યાર્થીઓને ભોગવવી પડતી મુશ્કેલી
સિદ્ધાર્થ પરમાર ની તમામ અનુસૂચિત જાતિ સામાજિક સંઘઠન ને એક નમ્ર અપીલ.

રિપોર્ટ… જાદવ સુભાષ ભાઈ માળીયા હાટીના જુનાગઢ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગઠિત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોર્સસ અને સમાજ કલ્યાણ દ્વારા અનુસૂચિત જાતિ વિદ્યાર્થીઓને 40 થી વધુ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ ક્વોટા માં ફ્રી શિપ કાર્ડ આપવામાં આવ્યા છે, MBBS, BAMS, BHMS જેવા કોર્સ માં અને વિદ્યાર્થીઓ દ્વારા સ્કોલરશીપ વર્ષ માં ફોર્મ ભરવામાં આવે છે પરંતુ ડિજિટલ સ્કોલરશીપ પોર્ટલ માં કવેરી માં એવુ કહેવામાં આવે છે કે તમને સ્કોલરશીપ મળશે નહીં, કેમ તમે મેનેજમેન્ટ ક્વોટા એડમિશન છે.
તો એક પ્રશ્ન થાય છે જો સ્કોલરશીપ મળશે નહીં તો જિલ્લા સમાજ કલ્યાણ દ્વારા ચોખવટ કરવામાં કેમ ના આવી ?? તમામ વિદ્યાર્થીઓ ફ્રી શિપ કાર્ડ માટે apply કર્યું ત્યારે તમામ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા અને એમાં એડમિશન લેટર પણ હતો. તો ત્યારે કેમ જવાબદાર અધિકારી દ્વારા કહેવામાં ના આવ્યું કે સ્કોલરશીપ મળશે નહીં ?
તમામ મુદ્દે 23 ગાંધીનગર ખાતે યોગ્ય કાર્યક્રમ આપવામાં આવશે..

Subscribe to my channel