ब्रेकिंग न्यूज़

ગીર સોમનાથ સિવિલ હોસ્પિટલમાં વોર્ડ બોય તરિકે કામ કરતા પ્રાઇવેટ દવાખાનું ચાલુ કરી લોકોના જીવન સાથે છેડા

ઉંટ વેદ ડોકટર પત્રકારના કેમેરામાં..

ગીર સોમનાથ
સરકારી હોસ્પિટલમાં સર્વિસ કરતા “વર્ડ બોય”એ ખાનગી દવાખાનું ચાલુ કરી લોકોના જીવ સાથે છેડા કરતા કેમેરામાં કેદ

 

 

પત્રકારની બે વખતની નોટિસનો કોઈ જવાબ નહીં, વોટ્સએપ પર અપમાનજનક જવાબ આપીને મામલો ટાળવાનો પ્રયાસ

 

વેરાવળ (ગીર સોમનાથ), તા. ૦૧ એપ્રિલ ૨૦૨૬
ગીર સોમનાથ સિવિલ હોસ્પિટલમાં સરકારી સેવા આપતા એક “વર્ડ બોય” (વોર્ડ બોય)એ લાછડી ગામ (તાલુકો: માળિયા હાટીના)માં પોતાનું ખાનગી દવાખાનું ચાલુ કરી લોકોના જીવન સાથે છેડા કરી રહેલ જોવા મળેલ છે.

 

આ મામલે ઇન્ડિયન ક્રાઇમ ન્યૂઝ દ્વારા બે વખત સત્તાવાર નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ તેમણે કોઈ લેખિત જવાબ આપ્યો નથી. વોટ્સએપ પર માત્ર એક જ અપમાનજનક જવાબ આપ્યો હતો – “ word boy છે. ડોક્ટર નથી.”
આ વ્યક્તિ ગીર સોમનાથ સિવિલ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. તેમ છતાં તેઓ માળિયા હાટીના તાલુકાના લાછડી ગામમાં પોતાનું ખાનગી દવાખાનું ચલાવી રહ્યા છે. સરકારી ડોક્ટર અથવા કર્મચારી તરીકે ખાનગી પ્રેક્ટિસ કરવા માટે કોઈ સત્તાવાર પરવાનગી લીધેલ છે કે નહીં તેની સ્પષ્ટતા આપવાની બદલે તેઓ તપાસને ટાળી રહ્યા છે.
પત્રકારની તપાસ અને નોટિસની વિગતો:
સુભાષ જાદવ, સ્ટેટ ચીફ – ઇન્ડિયન ક્રાઇમ ન્યૂઝ ગુજરાતે ૨૮ માર્ચ ૨૦૨૬ના રોજ પ્રથમ નોટિસ મોકલી હતી. તેમાં આ વ્યક્તિને તેમના હોદ્દા, સેવાનો સમયગાળો, શૈક્ષણિક લાયકાત અને ખાનગી પ્રેક્ટિસ માટેની સત્તાવાર મંજૂરી વિશે માહિતી માંગવામાં આવી હતી.
૪૮ કલાકની મુદત પૂરી થયા બાદ ૩૦ માર્ચ ૨૦૨૬ના રોજ ફોલો-અપ નોટિસ કમ ફાઇનલ નોટિસ મોકલવામાં આવી હતી.
છતાં આજ સુધી કોઈ સત્તાવાર અથવા લેખિત જવાબ મળ્યો નથી.
લોકોના જીવ સાથે છેડા કરવાની ગંભીર વાત
સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતી વ્યક્તિ જો ખાનગી દવાખાનામાં પોતાનો સમય અને ધ્યાન આપે તો સરકારી હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર કેવી રીતે મળે? આવા કિસ્સાઓમાં લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે. ખાનગી દવાખાનામાં પૈસા ખર્ચીને સારવાર લેવા આવતા લોકો પણ જાણતા નથી કે આ વ્યક્તિ સરકારી સેવામાં હોવા છતાં કેવી રીતે ખાનગી પ્રેક્ટિસ કરી રહ્યા છે.
તંત્ર ઘોર નિદ્રામાં
આ મામલે ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારીઓ, સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને તાત્કાલિક જાગવાની જરૂર છે. સરકારી કર્મચારીઓને ખાનગી પ્રેક્ટિસ કરવાની પરવાનગી છે કે નહીં તેની તપાસ થવી જોઈએ અને જો નિયમ વિરુદ્ધ પ્રેક્ટિસ ચાલતી હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
ઇન્ડિયન ક્રાઇમ ન્યૂઝ આ તપાસને આગળ ધપાવશે અને જનહિતના મુદ્દે સતત અવાજ ઉઠાવતું રહેશે. જો કોઈ પણ વ્યક્તિ આ મામલે વધુ માહિતી આપવા માંગે તો +91 9727001060 પર સંપર્ક કરી શકે છે.

સ્ટેટ ચીફ – ગુજરાત
ઇન્ડિયન ક્રાઇમ ન્યૂઝ

Gujarat state News @ State Chief Jadav Subhashbhai

Indian Crime News

Related Articles

Back to top button