Gujarat News જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા શાળા પંચાયત ચૂંટણી યોજવામાં આવી

રિપોર્ટર રમેશ ભાઈ ત્રિવેદી નેનાવા. બનાસકાંઠા
જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા માં શાળા પંચાયત ની ચૂંટણી યોજવામાં આવી હતી તેમજ ચૂંટણી કમિશનર તરીકે શ્રી આર.બી પટેલ સાહેબ ની નિમણૂક કરવામાં આવી હતી આ શાળાની શિક્ષિકા બહેનો એ સમગ્ર ચૂંટણીનું આયોજન કર્યું હતું તેમાં શાળાના શિક્ષકો વ્યવસ્થા જાળવવાનું કામ કર્યું સમગ્ર મત ની ગણતરી કરવાનું કામ શ્રી વી. કે.પટેલ તેમજ રોહિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
તેમાં મહામંત્રી તરીકે ધોરણ 11 ની બરજોડ રોશનીબેન અનિલભાઈ એ 408 મત મેળવી વિજેતા બની હતી અને પછી ઉપ મહામંત્રી આમલીયાર આરતીબેન નિતેશભાઇ તેમને 229 મત મેળવીને વિજય બન્યા હતા આ શાળામાં વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ માં ખુશી નો મહોલ જોવા મળી રહ્યો હતો અને હર્ષ ઉલ્લાસથી જુમી ઉઠ્યા હતા ઉત્સવની જેમ ચૂંટણીની ઉજવણી કરવામાં આવી આમ વિદ્યાર્થીઓના જીવનમાં ચૂંટણીનું મહત્વ સમજે તેના વિશે પણ સમજ આપવામાં આવી હતી અને મતદાનને સમજે એના માટે આ સમગ્ર ચૂંટણીનું આયોજન કર્યું હતું