Gujarat News : જામનગરમાં નકલી દારૂકાંડના પડઘા: AAPના ધરણા દરમિયાન અનેક નેતાઓ સહિત કાર્યકરોની અટકાયત

राज्य निदेशक जादव सुभाषभाई गुजरात
જામનગર: ભાવનગરમાં નકલી દારૂ/લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોત અને રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે આક્રમક વિરોધનો સૂર ઉઠાવવામાં આવી રહ્યો છે. સુરત, ભાવનગર, રાજકોટ, દ્વારકા, જૂનાગઢ અને નર્મદા બાદ હવે જામનગરમાં પણ આ મુદ્દાના પડઘા જોવા મળ્યા હતા. જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા નકલી દારૂકાંડ અને કથળતી કાયદો-વ્યવસ્થાના વિરોધમાં શાંતિપૂર્ણ ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન AAPના નેતાઓ સહિત પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા.

આ દરમિયાન પોલીસે વિરોધ પ્રદર્શનમાં હાજર નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ કરી રહેલા તમામ ની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. AAP દ્વારા પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવતા કહેવામાં આવ્યું હતું કે, “પહેલા રાજ્યમાં દારૂ બંધ કરાવો, ત્યારબાદ આ રીતે વિરોધ કરી રહેલા લોકો સામે કાર્યવાહી કરજો.” વિરોધ દરમિયાન AAP કાર્યકરોએ પોલીસ અને સરકારને સવાલ કર્યો હતો કે જો રાજ્યમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો આવા લઠ્ઠાકાંડ અને નિર્દોષ લોકોના મોતને અટકાવી શકાય. AAPનું કહેવું છે કે, નકલી દારૂના કારણે લોકોના જીવ જાય તે ગંભીર બાબત છે અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ રાજ્યમાં દારૂબંધીના અમલ અંગે પણ સવાલ ઊભા થઇ રહ્યા છે..


Subscribe to my channel