IC News and Media House Private Limited


ब्रेकिंग न्यूज़

Gujarat News : વિનય પ્રાથમિક મંડળ અને ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ થરાના વિદ્યાર્થીઓએ શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરની પગપાળા યાત્રા કરી..

ब्यूरो चीफ मुकेश कुमार पाटन, गुजरात 

ઓગડ તાલુકા મુખ્ય મથક થરા આવેલ શ્રી વિનય પ્રાથમિક મંદિર અને ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પરિવાર દ્વારા શ્રાવણમાસના પવિત્ર સોમવારે ધાર્મિક તથા શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સંસ્થાના પ્રમુખ અણદાભાઈ પટેલની સૂચના દ્વારા કોલેજના પ્રિન્સિપાલ સંજયભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સાથે મળી સ્કૂલ થી સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર સુધી પગપાળા યાત્રા કરવામાં આવી હતી.શ્રાવણ માસના પવિત્ર અવસરને અનુલક્ષીને યોજાયેલી આ યાત્રામાં વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.પગપાળા યાત્રાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કાર, શિસ્ત, એકતા,સહકાર અને સામૂહિક ભાવનાનો વિકાસ કરવાનો હતો.યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ આનંદ સાથે ધાર્મિક ભાવનાનો અનુભવ કર્યો હતો.

મહાદેવના દર્શન કરી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુ, સંતશ્રી કાર્તિકપુરીજી ગુરૂશ્રી શિવપૂરીજીબાપુ,સંતશ્રી ભરતપુરીબાપુ ગુરૂશ્રી ઘનશ્યામપુરીજીબાપુના આશીર્વાદ મેળવી જગોસર તળાવની મુલાકાત લીધી હતી પ્રકૃતિના સાનિધ્યમાં સમય વિતાવી વિદ્યાર્થીઓએ આનંદ માણ્યો તેમજ પર્યાવરણ અને કુદરતી સંસાધનો પ્રત્યે જાગૃતિ કેળવવાનો સુંદર સંદેશ મેળવ્યો હતો.કાર્યક્રમમાં ગૂજરાતી માધ્યમ ના શિક્ષકો વિનોદજી ઠાકોર,દીનાબેન ચૌહાણ,ભુદરજી રાઠોડ, દિપીકાબેન પ્રજાપતિ, નિધિબેન પ્રજાપતિ, આરતીબેન જોષી,રોશનીબેન સુથાર,ગોપીબા વાઘેલા તથા અંગ્રેજી માધ્યમના શિક્ષકો કેનુબેન શાહ,નરેન્દ્રભાઈ ઠાકોર,અવનિવબેન પ્રજાપતિ, પૂજાબેન રાઠોડ રક્ષાબેન રાઠોડ,જોષી ભૂમિબેન સહિત બંને શાળાના ના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button