Gujarat News : RAR ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં ‘વૃક્ષ સેતુ અભિયાન’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

रिपोर्टर सिसौदिया रवीन्द्र जामनगर गुजरात
જામનગર (ગુજરાત): પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સંકલ્પ સાથે RAR ફાઉન્ડેશન દ્વારા “વૃક્ષ સેતુ અભિયાન” અંતર્ગત જામનગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ RAR ફાઉન્ડેશનના સંસ્થાપક રાજદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ યોજાયો. જેમાં ITSM ટીમના જામનગર જિલ્લા ઇન્ચાર્જ રવિન્દ્રસિંહ સોસોદિયા, જામનગર શહેર ઇન્ચાર્જ દીપકભાઈ ઓડીચ તથા ટીમના કાર્યકર્તાઓના સહયોગથી વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકર્તાઓએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમના જતનનો સંકલ્પ લીધો અને પર્યાવરણ બચાવવા માટે સમાજના દરેક વર્ગને વૃક્ષારોપણમાં જોડાવા અપીલ કરી. RAR ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતું “વૃક્ષ સેતુ અભિયાન” પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ આપવા માટેનું મહત્વપૂર્ણ અભિયાન બની રહ્યું છે.




Subscribe to my channel