ब्रेकिंग न्यूज़

Gujarat News : સુરતના ડી.સી.પી રાજદીપ નકુમ અને તેમની એસ.ઓ.જી. (SOG) ટીમ દ્વારા આરોપીઓ સાથે જાહેરમાં દંડાથી મારઝૂડ તથા સરઘસ કાઢવા મામલે માનવ અધિકાર આયોગ અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુધી પહોંચી ફરિયાદ

The Council of Advocates for Human Rights ના એડવોકેટ વી.એ શેખ તથા એડવોકેટ અમીર શેખ એ ઉઠાવી અવાજ.

प्रदेश प्रभारी पठान मुनव्वर खान गुजरात

શું આપણે લોકશાહીમાં જીવી રહ્યા છીએ કે કોઈ પોલીસ રાજ્યમાં? સુરતની ધરતી પરથી કાયદાના શાસનના લીરેલીરા ઉડાવતી એક અત્યંત શરમજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ગુનાખોરી ડામવાના નામે કાયદો હાથમાં લઈ, સત્તાના નશામાં ચૂર થઈને કસ્ટડીમાં રહેલા માનવીઓ પર જાહેરમાં સરઘસ કાઢી તેમની ઉપર લાકડીઓ વરસાવતી સુરત પોલીસનો અસલી ચહેરો સોશિયલ મીડિયા પર ખુલ્લો પડી ગયો છે. આ કથિત અત્યાચાર સામે અમદાવાદના ક્રાંતિકારી ધારાશાસ્ત્રીઓએ ન્યાયનો જંગ છેડયો છે. ‘ધ કાઉન્સિલ ઓફ એડવોકેટ્સ ફોર હ્યુમન હ્યુમન રાઇટ્સ – ગુજરાત’ ના નીડર એડવોકેટ્સ વી.એ. શેખ અને અમીર શેખે આ સરમુખત્યારશાહી વર્તન સામે સીધો મોરચો માંડયો છે. તેમણે ગુજરાત માનવ અધિકાર આયોગ, રાજ્યના ડી.જી.પી. અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને સવાલ પૂછ્યો છે કે, “જ્યારે રક્ષક જ ભક્ષક બને, ત્યારે જનતા ન્યાય માટે ક્યાં જાય?” ખાખીનો ખોફ કે કાયદાનું અપમાન? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સુરતના ડીસીપી રાજદીપ નકુમ અને તેમની એસ.ઓ.જી. (SOG) ટીમની ક્રૂરતા સાફ જોવા મળી રહી છે. ધોળા દિવસે, ભરબજારે, સેંકડો લોકોની હાજરીમાં આરોપીઓનું અપમાનજનક સરઘસ કાઢવામાં આવ્યું અને તેમના પર બેરહેમીથી લાકડીઓ ફટકારવામાં આવી.

ક્રાંતિકારી એડવોકેટ્સનો સણસણતો સવાલ: “દેશ બંધારણથી ચાલે છે, પોલીસના ડંડાથી નહીં! ગુનેગારને સજા આપવાની સત્તા માત્ર અને માત્ર ન્યાયતંત્ર (Courts) પાસે છે, પોલીસને કાયદો હાથમાં લેવાનો કોઈ જ અધિકાર નથી. જો આ જ રીતે ખાખી વર્દી કાયદો હાથમાં લેશે, તો ન્યાયપ્રણાલી પરથી પ્રજાનો વિશ્વાસ સદંતર ઉઠી જશે!” સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદાઓનું ઉલ્લંઘન. આ કોઈ સામાન્ય કાનૂની લડાઈ નથી, આ માનવ ગરિમા અને બંધારણીય મૂલ્યોની રક્ષાની લડાઈ છે. પોલીસે કસ્ટડીમાં રહેલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને તેમની સાથે મારઝૂડ કરીને દેશની સર્વોચ્ચ અદાલતોના આદેશોની તીવ્ર અવગણના કરી છે: ડી.કે. બાસુ વિરુદ્ધ સ્ટેટ ઓફ પશ્ચિમ બંગાળ (૧૯૯૬): સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ, જે કસ્ટડીમાં અત્યાચાર સામે મનાઈ ફરમાવે છે. ભૌતિક વિજયભાઇ ભટ્ટ વિરુદ્ધ ગુજરાત રાજ્ય (૨૦૧૯): ગુજરાત હાઇકોર્ટનો કડક ચુકાદો, જે આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવાની માનસિકતા પર પૂર્ણવિરામ મૂકે છે.

અન્યાય સામે આરપારની માંગણીઓ: ૧. ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ: કોર્ટના આદેશોના ધજાગરા ઉડાવનાર આ સમગ્ર કાંડની તટસ્થ તપાસ થાય. ૨. ગુનેગાર પોલીસ અધિકારોનુ તાત્કાલિક સસ્પેન્શન: સત્તાનો દુરુપયોગ કરી કાયદો હાથમાં લેનાર સંબંધિત ડીસીપી અને એસ.ઓ.જી. ટીમના કર્મચારીઓને તુરંત સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ થાય. ૩. માનવ અધિકારો અધિકારોનું કડક પાલન ભવિષ્યમાં કોઈ પણ નાગરિક સાથે પોલીસ આવું અમાનવીય વર્તન ન થાય તેની કડક અમલવારી કરાવો. હવે જોવાનું એ રહે છે કે, શું રાજ્ય સરકાર કાયદાનું શાસન બચાવવા આ સરમુખત્યારશાહી વલણ ધરાવતા અધિકારીઓ સામે દાખલારૂપ કડક પગલાં ભરશે? જનતા જવાબ માંગી રહી છે!

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button