ब्रेकिंग न्यूज़
Gujarat News : પાટણના શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમના મહંત વસંતગીરી મહારાજ બ્રહ્મલીન..
रिपोर्टर मुकेश कुमार पाटन गुजरात
પાટણના શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમના મહંત વસંતગીરી ગુરુ કલ્યાણગીરી મહારાજ આજે બપોરે બ્રહ્મલીન થયા છે. સંન્યાસ આશ્રમમાં મહંત તરીકે સેવા આપનાર વસંતગીરી ગુરુ કલ્યાણગીરી મહારાજ તા. 14 જુલાઈ, 2026ના રોજ બપોરે 3:45 કલાકે બ્રહ્મલીન થયા હતા. તેમના માર્ગદર્શન હેઠળ આશ્રમમાં ધાર્મિક કથાઓ,
ભજન-સત્સંગ, હનુમાન ચાલીસાના પાઠ તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ નિયમિત યોજાતી હતી. તેમની સમાધિ વિધિ ધાર્મિક વિધિ-વિધાન સાથે સંતો, પરિવારજનો અને મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવી.



Subscribe to my channel