Gujarat News : હારીજમાંથી માનવતાનું સુંદર ઉદાહરણ: મહેતા પરિવારે કન્યાશાળાની દીકરીઓને કરાવ્યું ભોજન અને અભ્યાસ સામગ્રીનું વિતરણ

रिपोर्टर मुकेश कुमार पाटन गुजरात
હારીજ: હારીજ આદર્શ પ્રાથમિક કન્યાશાળામાં સમાજસેવાનું એક સુંદર ઉદાહરણ જોવા મળ્યું. શાળાના કાયમી દાતા શ્રી જીગરભાઈ અનિલભાઈ મહેતા તથા શ્રી પ્રતિકભાઈ અનિલભાઈ મહેતા પરિવાર દ્વારા શાળાની તમામ બાળાઓને તેમની પસંદનું સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે માત્ર ભોજન જ નહીં, પરંતુ દરેક કન્યાને અભ્યાસ માટે જરૂરી ચોપડા અને પેન્સિલનું પણ વિતરણ કરવામાં આવ્યું. મહેતા પરિવારના આ સેવાભાવી કાર્યથી વિદ્યાર્થીનીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

શાળા પરિવાર અને ગ્રામજનોએ મહેતા પરિવારના આ ઉમદા કાર્યની હૃદયપૂર્વક પ્રશંસા કરી અને તેમનો આભાર વ્યક્ત કર્યો. સમાજમાં શિક્ષણ અને સેવાભાવને પ્રોત્સાહન આપતા આવા કાર્યો અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે. ઈશ્વર કરે કે દીકરીઓના આશીર્વાદ મહેતા પરિવાર પર હંમેશા વરસતા રહે અને તેઓ આવનારા સમયમાં પણ આવી જ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજને પ્રેરણા આપતા રહે.



Subscribe to my channel