ब्रेकिंग न्यूज़
Gujarat News : રાધનપુર–સમી હાઇવે પર ઇકો અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત, ચાલક ઈજાગ્રસ્ત


रिपोर्टर मुकेश कुमार पाटन गुजरात
રાધનપુર। રાધનપુર–સમી હાઇવે પર ઇકો કાર અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં ઇકો કારના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ રાધનપુરથી મહેસાણા તરફ જઈ રહેલી ઇકો કારને પાછળથી આવી રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો.
અકસ્માત બાદ ટ્રેલર ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ચાલકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાધનપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ફરાર ટ્રેલર ચાલકની શોધખોળ શરૂ કરી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Subscribe to my channel