*ઝુરા કેમ્પ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી*
*ઝુરા કેમ્પ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી*
ભુજ, તા. 25 જૂન 2026

ભુજ તાલુકાના ઝુરા કેમ્પ ગામ ખાતે શ્રી ઝુરા કેમ્પ પ્રાથમિક શાળામાં ગુરુવારના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ–2026 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષણના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સાથે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.

કાર્યક્રમના મુખ્ય દાતાશ્રી તરીકે નવઘણસિંહ મોતીજી સોઢા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે તાલુકા પંચાયતના સદસ્ય હઠુભા જાડેજા, ઝુરા હાઈસ્કૂલના આચાર્ય અશ્વિનસિંહ વાઘેલા, કરશનભાઈ ચૌધરી, ઝુરા ગામના સરપંચ તુષારભાઈ ભાનુશાલી, ઝુરા કેમ્પ ગામના સરપંચ ભગવાનસિંહ સોઢા, ATVT ભુજ તાલુકાના સભ્ય નવઘણસિંહ સોઢા તથા ધનજીભાઈ ભાનુશાલી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી નિયમિત અભ્યાસ, સંસ્કાર અને પર્યાવરણ જાળવણી માટે પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ અને શિક્ષણપ્રેમીઓ હાજર રહ્યા હતા.
શાળા પરિવારના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિ અને વિદ્યાર્થીઓના ઉત્સાહથી સમગ્ર કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો.

Subscribe to my channel