ब्रेकिंग न्यूज़

દેવળી દેદાબાપા ગામે મહા શિવ પુરાણ કથામાં શિવ-પાર્વતી વિવાહનો ભવ્ય ઉત્સવ યોજાયો

 

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકો અંતર્ગત આવેલા દેવળી દેદાબાપા ગામ ખાતે દેદાબાપાના વંશજ બારડ પરિવાર તથા સમસ્ત ગ્રામજનોના સહયોગથી મહા શિવ પુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

 

આ ધાર્મિક મહોત્સવ દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીના પવિત્ર શિવ વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિવ વિવાહ મહોત્સવમાં ગામના લોકો તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ ભગવાન શિવ અને માતા પાર્વતીના દર્શન કરી ધર્મલાભ મેળવ્યો હતો.

કથા દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આયોજન સમિતિ દ્વારા ભક્તો માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી.

મહા શિવ પુરાણ કથા તા. 17-05-2026 થી તા. 25-05-2026 સુધી યોજાઈ રહી છે. કથાનો સમય દરરોજ રાત્રે 9:00 વાગ્યાથી 12:00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

આ ધાર્મિક આયોજનને લઈને ગામમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો કથાનો લાભ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે….

અમારી ન્યૂઝ સાથે પત્રકાર બનો..

રિપોર્ટ : જાદવ સુભાષ,

9727001060

Indian Crime News

Related Articles

Back to top button