ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે આજે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી.
સુત્રાપાડા : ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ભવ્ય રેલી સાથે ઉજવાઈ

સુત્રાપાડા (ગીર સોમનાથ), તા. ૧૪ એપ્રિલ ૨૦૨૬
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે આજે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી.
વીર મેઘમાયા ચોકથી શરૂ થયેલી ભવ્ય રેલીએ શહેરના મુખ્ય માર્ગો પર ફરી રેલી સુત્રાપાડા બસ સ્ટેશન ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરના ટેલી ચિત્રને પુષ્પહાર અર્પણ કરીને સમાપ્ત થઈ હતી. ત્યારબાદ ચિત્રને સલામી આપવામાં આવી હતી.
વણકર સમાજના પ્રતિષ્ઠિત આગેવાન પટેલ શ્રી જેસીંગભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ રેલીમાં તમામ સમાજના ભાઈ-બહેનોની ભારે ઉપસ્થિતિ જોવા મળી હતી. લોકો ઉત્સાહપૂર્વક રેલીમાં જોડાયા હતા.
આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જેસાભાઈ બારડ, કાળાભાઈ બારડ, જેસીંગભાઈ બારડ, દીપકભાઈ કાછેલા, મસરીભાઈ મેર સહિત અનેક આગેવાનોએ બાબા સાહેબના ચિત્રને પુષ્પહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
વણકર સમાજના ભારતીય જનતા પાર્ટીના ચેરમેન શ્રી દિનેશભાઈ વાળા, તેમના પુત્રો કમલેશભાઈ વાળા અને જયેશભાઈ વાળા, પૂર્વ અધ્યક્ષ જેઠાભાઈ વાળા, હમીરભાઈ ભજગોતર, બીજલભાઈ ભજગોતર, પૂર્વ આચાર્યશ્રી કદવાર શાળાના ભગોવાભાઈ ભજગોતર, રામભાઈ વાણવી, હેમંતભાઈ ચૌહાણ, નાનુભાઈ ચૌહાણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં બાબા સાહેબ આંબેડકરના વિચારો, સંઘર્ષ અને યોગદાનને યાદ કરીને તમામે તેમના આદર્શોને અનુસરવાનું સંકલ્પ કર્યું હતું.
અહેવાલ : ભીમજીભાઈ ભજગોતર
(ગીર સોમનાથ)
Subscribe to my channel