ब्रेकिंग न्यूज़

માળિયા હાટીના, અકાળા ગીર ગ્રામ પંચાયતમાં જનતાના વેરાના લાખો રૂપિયાનું કોંભાડ ?? RTIમાં ખુલાસો, ગામમાં કામની છાપ નહીં પરંતુ ચોપડામાં ખર્ચનો વરસાદ!!!

માળીયા હાટીના , તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૬

અકાળા ગીર ગામના લોકોમાં ગ્રામ પંચાયતના વહીવટ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આરટીઆઈ (RTI) દ્વારા મેળવેલી માહિતી અનુસાર છેલ્લા ચાર વર્ષમાં (૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫) જનતાના વેરા તરીકે ઉઘરાવેલા લાખો રૂપિયા ક્યાં અને કેવી રીતે વપરાયા તેનો કોઈ હિસાબ મળતો નથી. ગામ આખામાં એક પણ કાચો રસ્તો નથી, જૂના સિમેન્ટ રોડ અને બ્લોક રોડ જ છે, છતાં રસ્તા મરામત અને રિપેરિંગના નામે મોટી રકમ ખર્ચ બતાવવામાં આવી છે.

 

ગામની જમીની હકીકત વિરુદ્ધ ચોપડાના આંકડા

રસ્તા મરામત: વર્ષો જૂના સિમેન્ટ અને બ્લોકના રસ્તા છે. ગામમાં ક્યાંય કાચો રસ્તો પણ નથી. છતાં ૨૦૨૧-૨૨થી ૨૦૨૪-૨૫ સુધી રસ્તા મરામત અને રિપેરિંગ હેઠળ લાખો રૂપિયા ખર્ચ દર્શાવવામાં આવ્યા છે.

કચેરી મરામત: પંચાયત કચેરીની હાલત આંખે જોઈ શકાય તેવી છે – છતાં “કચેરી મરામત”ના નામે ખર્ચ બતાવવામાં આવ્યા છે.

આરોગ્ય ખર્ચ: આરોગ્ય વિભાગ હેઠળ મોટી રકમ ખર્ચ દેખાય છે, પરંતુ ગામમાં કોઈ આરોગ્ય સંબંધિત કામ અથવા સુવિધા દેખાતી નથી.

પા.પૂ. મરામત: જાહેર મિલકત મરામતના નામે પણ મોટો કોંભાડ દેખાય છે.

પશુઓ માટે હવેળા: સરકારી ગ્રાન્ટથી પશુઓને પાણી પીવા હવેળા બનાવવામાં આવ્યા, પરંતુ હવેળામાં આજે પાણીનું એક ટીપું પણ દેખાતું નથી.

વર્ષ ૨૦૨૧-૨૨ના મુખ્ય ખર્ચ હેડ્સ (જનતાના વેરાના વપરાયેલા)

સ્ટેશનરી ખર્ચ | વીજ હેલ્પર પગાર | પરચુરણ ખર્ચ | બેન્ક ચાર્જ | આરોગ્ય ખર્ચ | રસ્તા મરામત | સફાઈ ખર્ચ

વર્ષ ૨૦૨૨-૨૩ના મુખ્ય ખર્ચ હેડ્સ | રસ્તા રિપેરિંગ | ફર્નિચર ખરીદી |

સ્થાનિકોનું કહેવું છે કે પરચુરણ ખર્ચ અને અન્ય વિવિધ હેડ્સ હેઠળ બિલો ઉધારી લઈને ખર્ચ બતાવવામાં આવ્યા છે. વાસ્તવમાં કામ થયું જ નથી, પરંતુ સરકારી ચોપડામાં ખર્ચના આંકડા બતાવીને મોટી છેતરપિંડી કરવામાં આવી હોય તેવું લાગે છે.

ગામના યુવાનો નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું, “અમે વેરો ભરીએ છીએ, પરંતુ ગામના વિકાસમાં કંઈ જ નથી. બધું કાગળ પર જ ખર્ચાઈ જાય છે. RTIમાં આ આંકડા જોઈને અમને લાગે છે કે આ સરકારી ફંડ અને જનતાના પૈસાની ચોરી છે.”

Indian Crime News

Related Articles

Back to top button