ब्रेकिंग न्यूज़

માળિયા હાટીના પોલિસ સ્ટેશનમાં ગુંડાઓનો ઉચ્ચેર થઇ રહીયો છે..

માળિયા હાટીના પોલિસ જનતાના રક્ષણ માટે કે રાજનૈતિક ગુલામ

RTI એક્ટિવિસ્ટને ખૂનની ધમકી: સરપંચના પતિ જાદવ સુભાષને ૧૦ લાખ બગાડી મારી નાખવાની ધમકી, પોલીસ FIRમાં વિલંબ

 

જુનાગઢ, તા. ૪ માર્ચ ૨૦૨૬: જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અકાળા ગીર ગ્રામ પંચાયતમાં એક ગંભીર અને ચિંતાજનક બાબત સામે આવી છે. ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને જાગૃત RTI એક્ટિવિસ્ટ, પત્રકાર તથા જનસેવક જાદવ સુભાષને ખૂન કરવાની ખુલ્લી ધમકી મળી છે. ધમકીમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે “૧૦ લાખ રૂપિયા બગાડી નાખીશ” તેમને મારી નાખવામાં આવશે.

જાદવ સુભાષ ભાઈએ આ ધમકી મળ્યા બાદ તાત્કાલિક માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને FIR નોંધવાની માંગ કરી હતી. જોકે, આ અરજીને દસેક મહિના વીતી ગયા છતાં પોલીસ વિભાગ તરફથી FIR દાખલ કરવામાં આવી નથી. આ વિલંબને કારણે સુભાષ ભાઈ અને તેમના સમર્થકોમાં તીવ્ર અસંતોષ અને અસુરક્ષાની ભાવના વ્યાપી રહી છે. તેઓ માને છે કે પોલીસ અધિકારીઓએ આ મામલાને દબાવવા માટે મોટી રકમ વસૂલી લીધી હશે અને ભ્રષ્ટાચારી તત્વોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

આરોપી કોણ?

ધમકી આપનાર તરીકે અશોક ઉર્ફે હરસુખ ખેર ગ્રામ પંચાયતના સરપંચના પતિ છે. જાદવ સુભાષ ભાઈ RTI દ્વારા અને પત્રકાર તરીકે સ્થાનિક તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહ્યા છે, જેમાં અશોક ખેર સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ સામે આવ્યા છે. આ ભ્રષ્ટાચારમાં તલાટી-કમ-મંત્રી, વિસ્તરણ અધિકારીઓ, બે ટીડીઓ (તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર), અન્ય કર્મચારીઓ તેમજ પોલીસ અધિકારીઓ (PSI, PI, જમાદાર વગેરે)નો સંડોવો હોવાના આરોપ છે.

ભ્રષ્ટાચાર છુપાવવાના આરોપો

સુભાષ ભાઈના RTI અરજીઓમાં અશોક ખેર વિરુદ્ધના પુરાવાઓ માટે ખોટા રિપોર્ટ, અને કાગળો આપવામાં આવ્યા હોવાનું જણાવાય છે. સ્થાનિક લોકોને અંધારામાં રાખીને ખોટી સહીઓ કરાવીને અશોક ખેરને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બધું સરકારી તંત્રને ધંધામાં લગાવી દીધું હોવાનું આરોપ છે. વધુમાં, અશોક ખેર વારંવાર સુભાષ ભાઈને ધમકીઓ આપે છે અને તેમના સમાજના લોકોને ગેરમાર્ગે દોરીને તેમની સામે લડાડે છે.

સુભાષ ભાઈનું યોગદાન

જાદવ સુભાષ ભાઈ ગ્રામજનોના હિત માટે નિઃસ્વાર્થ ભાવે કામ કરે છે. તેઓએ તાલુકા, જિલ્લા અને ગાંધીનગર સુધી કાગળો મોકલીને ગ્રામજનો માટે નિખાલસ કામગીરી કરી છે. તેમની RTI પ્રવૃત્તિઓને કારણે ભ્રષ્ટાચારીઓના રાજને ઝટકો પડ્યો છે, જેના કારણે આ ધમકીઓ મળી રહી છે.

પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો

સુભાષ ભાઈની અરજી આધારે પોલીસે ખોટા રિપોર્ટ તૈયાર કરી SP કચેરીમાં મોકલ્યા હોવાનો આરોપ છે. આ મામલે હજુ સુધી કોઈ અધિકૃત કાર્યવાહી થઈ નથી, જે ન્યાય વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરે છે. સ્થાનિક પોલિસ અશોક ઉર્ફે હરસુખ ખેર સામે કાર્યવાહી કરશે ? કે જાદવ સુભાષ ભાઇ નું ખૂન કરાવશે કે મોટી જાનહાનિ કરાવશે તે ઘેરાવતો સવાલ છે,

Indian Crime News

Related Articles

Back to top button