ब्रेकिंग न्यूज़

લોકોની સલામતી, શાંતિ માટે આવા પોલિસ અધિકારીઓને ડિસમિર કરો

ખાખી વર્દીનો પાવર ગુંડાઓને કાબુમા કરવા માટે હોય છે, નાકે રાજકીય ગુલામી માટે

જૂનાગઢ: આગામી હોળી અને રમજાનને લઈને માળિયા હાટીના પોલીસ PI કાતરિયા વિરુદ્ધ જાદવ સુભાષ નો આરોપ

જુનાગડ 3 માર્ચ ૨૦૨૬: આગામી હોળી અને રમજાનના પવિત્ર માસને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. પરંતુ આ વચ્ચે પત્રકાર અને RTI એક્ટિવિસ્ટ જાદવ સુભાષ ભાઇ એ પોલીસ અધિકારી વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે. માળિયા હાટીના તાલુકાના સુભાષ જાદવે માળિયા હાટીના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) કાતરિયાને સંદેશ મોકલીને આરોપ લગાવ્યો છે કે તેઓ રાજકીય દબાણ હેઠળ ગુંડાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે.

 

સુભાષ જાદવના જણાવ્યા અનુસાર, લોકો શાંતિ અને સલામતી સાથે જીવવા માંગે છે, પરંતુ PI કાતરિયા જેવા અધિકારીઓ રાજકીય ગુલામી છોડીને ગુંડાઓને કાયદાનું ભાન કરાવે તેવી માંગ છે. તેમણે આરોપ લગાવ્યો કે માળિયા હાટીના પોલીસ અધિકારીઓ રાજકીય ઇશારે ગુંડાઓનો ઉચ્ચેર કરી રહ્યા છે, જેના કારણે તાજેતરમાં ભંડુરી, જેવા ગામોમાં માથાભારે તત્ત્વોએ ધૂમ મચાવી હતી. જાદવે કહ્યું કે જ્યાં કાતરિયા જેવા PI હોય ત્યાં ભંડુરી જેવી ઘટનાઓ વારંવાર બને છે.

 

આ અંગે જૂનાગઢ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિનંતી કરતા સુભાષ જાદવે માંગ કરી છે કે આવા અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને ડિસમિસ કરવા જોઈએ. તેમના મતે, રાજકીય દબાણ હેઠળ ગુંડાઓને આશ્રય આપવો એ જિલ્લાની શાંતિ માટે જોખમી છે, ખાસ કરીને તહેવારોના સમયમાં.

પોલીસ વિભાગ માં પી આઇ કાતરિયા જેવા અધિકારીઓ રહેશે તો આવનાર સમયમાં માળિયા હાટીના તાલુકામાં ગુંડાઓ, માફીયાઓ, વધુ મજબૂત બની રહેશે, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. આ ઘટના જિલ્લામાં પોલીસ અને રાજકારણ વચ્ચેના કથિત જોડાણ અંગે ચર્ચા પેદા કરી શકે છે. વધુ વિગતો માટે પોલીસ વિભાગના અપડેટની રાહ જોવાઈ રહી છે.

Gujarat state News @ State Chief Jadav Subhashbhai

Indian Crime News

Related Articles

Back to top button