ब्रेकिंग न्यूज़

માળિયા હાટીના પોલિસ સ્ટેશનમાં એકજ નામે 40 થી વધુ ફરિયાદ પોલિસ ગુંડાઓની ગુલામી કરે છે,

પોલિસ FIR દાખલ કરતા કેમ ડરે છે,, પોલિસ મારૂ ખૂન કરાવવા માંગે છે,,??

માળિયા હાટીના માં RTI કાર્યકર્તા પત્રકાર જાદવ સુભાષ ને ફરી ધમકી મળી સરપંચના પતિએ દસ લાખ બગાડી ખૂનની ધમકી આપ્યા પછી, મોટા બાપાના દીકરાઓએ સંઘરી દેવાની ધમકી આપી,,પોલીસની મિલીભગત, સાજિશ,,,,

જુનાગઢ: માળિયા હાટીના તાલુકાના સક્રિય RTI કાર્યકર્તા તેમજ પત્રકાર સુભાષ ભાઈ જાદવને તેમના મોટા બાપાના દીકરાઓ અને સરપંચના પતિ તરફથી વારંવાર ખૂન કરી સંઘરી દેવાની ધમકીઓ મળી રહી છે. સુભાષ ભાઈનું કહેવું છે કે મારાજ પરિવારના મોટા બાપાના દીકરા અને સમાજના ગદ્દાર દલાલોને સરપંચના પતિ તેમના ભાઈઓને સાથે રાખી ગમે ત્યારે મારૂ ખૂન કરાવી શકે છે, અને આ માટે જાનહાનિ તેમજ મોટું નુકસાન પહોંચાડવાની કોશિશો થઈ રહી છે.

સુભાષ ભાઈ જાદવે જણાવ્યું કે, “મારા મોટા બાપાના દીકરાઓ અને સરપંચના પતિ અશોક ઉર્ફે હરસુખ અરજન ખેર તરફથી મને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. તેઓ મને ખૂન કરીને સંઘરી દેવાની વાત કરે છે. આ ઉપરાંત, ખોટા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દેવાની પોલિસ દ્વારા સાજિશ પણ રચવામાં આવી રહી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “આ તમામ આરોપીઓની ઊંચી રાજકીય પહોંચ અને પીઠબળ છે, જેના કારણે પોલીસ તેમને મદદ કરી રહી છે અને મારી ફરિયાદો પર FIR નોંધવાની અવગણના કરી રહી છે.”

સુભાષ ભાઈએ છેલ્લા બે વર્ષથી આ પ્રકારની હેરાનગતિ અને ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ જાગૃત નાગરિક તરીકે ગામમાં થતા ભ્રષ્ટાચાર અને સરકારી કામોમાં અનિયમિતતા વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, જેના કારણે આરોપીઓ તેમને ટાર્ગેટ કરી રહ્યા છે. “પોલીસ ગુંડાઓને આડા રાખી રહી છે અને મારા જીવનને જોખમમાં મૂકી રહી છે. હું નિખાલસ રીતે દરેક સમાજના સમાજહિતના કામો કરું છું, પરંતુ આ કારણે મને અને મારા પરિવારને ત્રાસ આપવામાં આવી રહ્યો છે,” એમ તેમણે કહ્યું.

આ મામલે માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં જુનાગઢ એસ.પી.કચેરીમાં 40 થી વધારે અરજીઓ અને પુરાવા રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. સુભાષ ભાઈએ ચેતવણી આપી છે કે, “જો મારું કંઈ પણ જાન જીવનનું નુક્સાન પરિવાર ને નુક્સાન થાય તો આ તમામ આરોપીઓ અને તેમને મદદ કરનારી પોલીસ જવાબદાર રહેશે.” તેઓએ તમામ સંબંધિત અધિકારીઓને વિનંતી કરી છે કે તેમની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે અને આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે.

આ ઘટના સ્થાનિક વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર, રાજકીય દખલગીરી અને પોલીસની નિષ્ક્રિયતાના ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે. વધુ તપાસ અને કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

Gujarat state News @ State Chief Jadav Subhashbhai

Indian Crime News

Related Articles

Back to top button