રાનેર ગામે મહાશિવરાત્રીના પાવન પર્વે મહામુનેશ્વર દાદાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ: ભક્તિ અને પરંપરાનો અનોખો સંગમ
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા રાનેર ગામમાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વે વર્ષો જૂની પરંપરા મુજબ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે મહા મુનેશ્વર દાદાની શોભાયાત્રા નીકળી હતી. ગામના આસ્થાના કેન્દ્ર સમાન મહામુનેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

મહાશિવરાત્રીના પવિત્ર દિવસે વહેલી સવારથી જ મહા મુનેશ્વર મંદિરે ગ્રામજનોની એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ, શોભાયાત્રા પૂર્વે ગ્રામજનો દ્વારા વિવિધ ચઢાવા (બોલી) બોલવામાં આવ્યા હતા. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો, જેના દ્વારા થતી આવકનો ઉપયોગ મંદિરના વિકાસ અને સેવાકીય કાર્યોમાં કરવામાં આવે છે.

મિટિંગ અને ચઢાવાની વિધિ પૂર્ણ થયા બાદ, મહા મુનેશ્વર દાદાની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.

આ શોભાયાત્રામાં માત્ર રાનેર ગામ જ નહીં, પરંતુ આસપાસના અનેક ગામોના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

રાનેરની આ પરંપરા પેઢી દર પેઢી જળવાઈ રહી છે. મહામુનેશ્વર દાદા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જ અમને દર વર્ષે આટલા મોટા પાયે આયોજન કરવા માટે પ્રેરણા આપે છે.”

Subscribe to my channel