ब्रेकिंग न्यूज़

જૂનાગઢ – માળિયા હાટીના, ગુંડાઓના ગુલામ પોલિસ અધિકારીઓ

ખાખી લોકરક્ષક માટે કે ગુંડાઓની ગુલામી માટે??

માળિયા હાટી પોલીસ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ ફરિયાદ: RTI એક્ટિવિસ્ટ સુભાષ જાદવે કહ્યું – “કાર્યવાહી ન થાય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈશ”

જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના નીડર, નિષ્ઠાવાન, પ્રમાણિક જાગૃત વ્યક્તિ અનુસૂચિત જાતિના પત્રકાર તેમજ RTI એક્ટિવિસ્ટ સુભાષભાઈ જાદવે માળિયા હાટીના પોલીસ સ્ટેશનના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP), જુનાગઢ રેન્જને 30 જાન્યુઆરી 2026ના રોજ અરજી કરી છે. આ અરજીમાં ફરજમાં બેદરકારી, ફરિયાદ નોંધવામાં નિષ્ફળતા, ખોટા નિવેદનો બનાવવા, સહીનો દુરુપયોગ અને માનસિક ત્રાસ આપવાના આરોપો છે, જેમાં SC/ST (Prevention of Atrocities) Act, 1989ની કલમ 4 હેઠળ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

સુભાષભાઈ જાદવે જણાવ્યું છે કે છેલ્લા દોઢેક વર્ષથી તેઓ અને તેમનો પરિવાર પોલીસ સ્ટેશનમાં વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે. તેમની અનેક અરજીઓ (જેમ કે નં. 110/2024, 48/2024, 114/2024, 32/2025 વગેરે)ને ગંભીરતાથી લીધા વગર ફાઇલ કરી દેવામાં આવી છે અથવા ખોટા અહેવાલો તૈયાર કરવામાં આવ્યા છે. મુખ્ય ઘટનાઓમાં:
ગામના દસ્તાવેજોમાં “હરીજન વાસ” જેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ.
તા. 03/07/2024ના રોજ તેમની માતા મલુબેન પર હુમલો, જેમાં બીટ જમાદારે ફરિયાદ લેવા માટે ₹50,000 માંગ્યા અને FIR નોંધી નહીં.
પત્રકાર તરીકે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા બદલ જાનનું જોખમ સરપંચનો પતિ અશોક (હરસુખ) અરજનભાઇ ખેર દ્વારા દસ લાખ બગાડી મર્ડર કરવાની ધમકી અને અન્ય ઘટનાઓમાં તપાસ ન થઈ.
આ અરજીમાં Bharatiya Nagarik Suraksha Sanhita (BNSS) 2023ની કલમ 173(3) અને SC/ST Actની કલમ 4નો ઉલ્લેખ કરીને પોલીસ અધિકારીઓ (પો.ઇન્સ. એમ.સી. પટેલ, એન.એમ. ધ્રાંગડ, પી.એસ.આઈ. સુમરા, બી.કે. ચાવડા, પી.એસ. કરમટા વગેરે) વિરુદ્ધ ફોજદારી તેમજ વિભાગીય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અરજી સાથે અગાઉની અરજીઓની કોપીઓ, પુરાવા જોડાયા છે.
આ અરજી પહેલા તા. 01/01/2026ના રોજ પોલીસ અધિક્ષક, જુનાગઢને મોકલવામાં આવી હતી, જે ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઇન્ટ્સ ઓથોરિટી દ્વારા IGPને તબદીલ કરવામાં આવી હતી. હાલ સુધીમાં કોઈ FIR નોંધાઈ નથી અને તપાસના કોઈ પગલાં જાહેર થયા નથી.

સુભાષભાઈ જાદવે વધુમાં જણાવ્યું છે કે, “ન્યાય માટે લડી લેવું છે. જો હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં થાય તો હું ગુજરાત હાઈકોર્ટમાં writ petition (જેમ કે BNSS/CRPC હેઠળ) અથવા SC/ST સ્પેશિયલ કોર્ટમાં અરજી કરીશ. જો ત્યાં પણ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારી છે.” તેમણે કહ્યું કે આ કેસ SC/ST સમુદાયને પોલીસ તંત્ર તરફથી મળતી વ્યવહાર અને અત્યાચાર નિવારણ કાયદાના અમલ અંગેના મોટા પ્રશ્નો ઉભા કરે છે.
માળિયા હાટી પોલીસ સ્ટેશનના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ કોઈ પ્રતિસાદ આપ્યો નથી. વધુ ન્યાય ની રાહ જોવાઈ રહી છે.
સંપર્ક: સુભાષભાઈ દેવાભાઈ જાદવ – મો. 9727001060

Gujarat state News @ State Chief Jadav Subhashbhai

Indian Crime News

Related Articles

Back to top button