પાલનપુર: દૂધના ટેન્કરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ૧૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પાલનપુર: બનાસકાંઠા એલ.સી.બી. (LCB) પોલીસને દારૂબંધીના અમલીકરણમાં મોટી સફળતા મળી છે.
પાલનપુર: બનાસકાંઠા એલ.સી.બી. (LCB) પોલીસને દારૂબંધીના અમલીકરણમાં મોટી સફળતા મળી છે. પાલનપુર શહેરના વ્યસ્ત એવા એરોમા સર્કલ પાસેથી દૂધના ટેન્કરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.

ઘટનાની વિગત
બનાસકાંઠા એલ.સી.બીશ્રી એસ.એમ.પટણી, ઈન્ચાર્જ. ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પાલનપુર શહેરમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એરોમા સર્કલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ જણાતા એક બોલેરો પીકઅપ પર બનાવેલ દૂધના ટેન્કર (નંબર: GJ-08-AU-2460) ને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દૂધના ટેન્કરમાં ગુપ્ત ખાના બનાવી છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ઝડપાયેલ મુદ્દામાલ અને આરોપી
પોલીસે આ કાર્યવાહી દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:
વિદેશી દારૂ/બિયર: ૧૭૮૭ નંગ બોટલ/ટીન (કિંમત રૂ. ૮,૦૫,૫૮૨/-)
બોલેરો પીકઅપ ટેન્કર: કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/-
મોબાઈલ ફોન: ૨ નંગ (કિંમત રૂ. ૧૦,૫૦૦/-)
કુલ મુદ્દામાલ: રૂ. ૧૮,૧૬,૦૮૨/-
આ ગુનામાં પોલીસે હુરતાભાઈ ઉર્ફે સુરતાભાઈ પીરાજી ભીખાજી રબારી (ઉં.વ. ૨૮, રહે. જુનીરોહ, તા. અમીરગઢ) નામના શખ્સને ઘટનાસ્થળેથી ધરપકડ કરી છે.
એલ.સી.બી. પોલીસે પકડાયેલ ડ્રાઈવર સહિત દારૂ મોકલનાર અને મંગાવનાર તમામ શખ્સો વિરુદ્ધ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દૂધના ટેન્કર જેવા આવશ્યક સેવાના સાધનનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થતા ચકચાર મચી ગઈ છે.


Subscribe to my channel