૧,૮૭,૨૬૫ રૂપિયા નો સિમેન્ટ રોડ ક્યાં??
આ રસ્તામાં તો ધૂળ ઉડે છે, સિમેન્ટ રોડ કોન ખાય ગયું??
*આછિદ્રા ગ્રામ પંચાયતમાં સી સી રોડના નામે જનતાના નાણાની ઉચાપત*
*જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના આછીદ્રા (ગીર) ગામમાં ધારાસભ્ય દ્વારા ૨૦૨૩-૨૪માં ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે*

. આ રકમ શિવ મંદિરથી સ્મશાન તરફ જતા રસ્તાને સિમેન્ટ કોંક્રીટ (CC) રોડ બનાવવા માટે આપવામાં આવી હતી.
પરંતુ સ્થળ પર તપાસ કરતાં ખુલાસો થયો કે કોઈ પણ પ્રકારનું કામ થયું જ નથી, છતાં રેકોર્ડમાં કામ શરૂ થયું અને પૂર્ણ થયાનું બતાવી રૂ. ૧,૮૭,૨૬૫ જેટલી રકમ વસૂલ કરી લેવામાં આવી છે. આ રકમની ઉચાપત કરી લેવાઈ હોવાનો સીધો આરોપ છે.
આ મામલે રામસીભાઈ રામભાઈ ચાંડેરા (રહે. આછીદ્રા), જેઓ જાગૃત નાગરિક, પત્રકાર તેમજ RTI એક્ટિવિસ્ટ છે, તેમણે માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કાર્યક્રમમાં પણ ફરિયાદ કરી હતી. પરંતુ તેની જાણ થતાં જ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
એડવોકેટ દ્વારા કડક નોટિસ
રામસીભાઈ ચાંડેરાના વતી એડવોકેટ હેમંત કે. ચૌહાણ (વેરાવળ, ગીર સોમનાથ) દ્વારા તા. ૦૯/૦૧/૨૦૨૬ના રોજ ત્રણેય અધિકારીઓને નોટિસ મોકલવામાં આવી છે:
શ્રી કલેક્ટર, જુનાગઢ
શ્રી જિલ્લા વિકાસ અધિકારી, જુનાગઢ જિલ્લા પંચાયત
તલાટી-મંત્રી, આછીદ્રા ગ્રામ પંચાયત
નોટિસમાં માંગણી કરવામાં આવી છે કે:
ઉચાપત કરાયેલી રકમ તાત્કાલિક વસૂલ કરવામાં આવે
બનાવટી દસ્તાવેજો અને ખોટા વાઉચરની તપાસ થાય
જવાબદાર વ્યક્તિઓ સામે કડક ફોજદારી કાર્યવાહી થાય
જો તાત્કાલિક કાર્યવાહી ન થાય તો દિવાની/ફોજદારી મુકદ્દમો દાખલ કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અધિકારીઓની અંગત રહેશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે.
આ મામલો આછીદ્રા ગામના વિકાસના નામે થતા ભ્રષ્ટાચારનું ઉદાહરણ બની રહ્યો છે. ગ્રામજનો અને RTI કાર્યકર્તાઓ આવા કૌભાંડોને ઉજાગર કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ તપાસ અને કાર્યવાહીની અપેક્ષા છે.

Subscribe to my channel