ડિમોલિશન : વિકાસ નહીં, દુશાસન
ઉમળા તળાવ (કમળ તળાવ), કૂબેરનગર – અમદાવાદ.

102 મકાનો તોડી પાડ્યા | 800થી વધુ લોકો પ્રભાવિત
ઘર તોડાયા,
પરંતુ સાથે તૂટ્યાં — શિક્ષણ, રોજગારી અને માનવ ગૌરવ.
• વૃદ્ધો, બહેનો, નાના બાળકો— મોટા પ્રમાણમાં આ ડિમોલિશનના શિકાર બન્યા.
આજે પીડિત પરિવારો સામે ઉપર આકાશ અને નીચે જમીન સિવાય કશું જ બચ્યું નથી.

શ્રમિક વર્ગની સ્થિતિ અત્યંત દયનીય છે —
ઘણા મજૂરો પોતાના તૂટી ગયેલા મકાનના
ઈંટ, ભંગાર અને લોખંડ વેચીને એક દિવસનું ભોજન મેળવવાની કોશિશ કરે છે, પણ એમાંથી પણ પેટ ભરાય એવું અન્ન મળતું નથી.

સચિવાલય સુધીની લડત મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત માટે જતા સમયે સચિવાલયના ગેટ પર સિક્યુરિટી ઓફિસરો સાથે ભારે ખેંચતાણ અને માથાકૂટ થઈ.
અનેક અડચણો બાદ અંતે પ્રવેશ મળ્યો.
ત્યારબાદ ઈન્ટેલિજન્સ બ્યુરો સાથે માત્ર રિપોર્ટિંગ અને રજૂઆત કરવામાં આવી,
જેમાં ફોટો આઈડી, ડિમોલિશન સંબંધિત ફરિયાદોની નકલો અને દસ્તાવેજોનો વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો.
આ પછી પીડિત પરિવારોના હક્ક, અન્યાય અને સરકારની નિષ્ફળતા અંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે તથ્યો, તીખી અને ધારદાર રજૂઆત કરવામાં આવી.
સંવિધાન પર સીધો પ્રહાર
Article 14 – સમાનતાનો અધિકાર
ગરીબ અને શ્રમિક વર્ગને જ નિશાન બનાવવું કાયદાની સમાનતા નથી.
Article 19 – સ્વતંત્રતાનો અધિકાર
ભય અને દમન વચ્ચે જીવવું લોકશાહી નથી.
Article 21 – જીવન અને ગૌરવ સાથે જીવવાનો અધિકાર
ઘર, રોજગાર અને શિક્ષણ છીનવી લેવું જીવનના અધિકારનો ખુલ્લો ભંગ છે.
• આવો, જોડાઓ, અવાજ બનો જે કોઈ સંવિધાનને માને છે,
જે કોઈ Article 14, 19, 21માં વિશ્વાસ રાખે છે, તે દરેક સામાજિક યોદ્ધાએ હવે આગળ આવવું જ પડશે.
⚖️ આ લડત કોઈ એક પક્ષની નથી,
⚖️ આ લડત કોઈ એક વ્યક્તિની નથી,
⚖️ આ લડત માનવ ગૌરવ અને સંવિધાન બચાવવાની છે.
પ્રકાશ કુમાર શાહ
નારી શક્તિ સેના- પ્રમુખ તેમજ નવનિયુક્ત અધ્યક્ષ –ગુજરાત પ્રદેશ (રાષ્ટ્રીય સમાજ પક્ષ)
#DemolitionDushasan
#ડિમોલિશન_વિકાસ_નથી
#UmalaTalav #KamalTalav
#KuberNagar #Ahmedabad
#102Makan #800PlusPeople
#Article14 #Article19 #Article21
#SaveConstitution
#જનઆંદોલન
Subscribe to my channel