અકાળા ગીર ગામમાં પાણીની સુવિધાના નામે. લાખોનો ભ્રષ્ટાચાર : સરપંચ પર આક્ષેપો
જુનાગઢ, ૭ જાન્યુઆરી ૨૦૨૬: માળિયા હાટીના તાલુકાના અકાળા ગીર ગામમાં પશુઓ માટે બનાવવામાં આવેલા પાણીના કુંડા (હવેડા) ખાલી પડ્યા છે અને જાગૃત નાગરિક દ્વારા સરપંચ પર ભ્રષ્ટાચાર, જાતિવાદ અને અનિયમિતતાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ગામની વસ્તી આશરે ૨,૦૦૦થી ૨,૫૦૦ જેટલી છે, પરંતુ મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે વિકાસ અટકી પડ્યો છે..
ગામના એક પત્રકાર અને સ્થાનિક વ્યક્તિના જણાવ્યા અનુસાર, ૨૦૨૧માં દક્ષા બેન અશોક ઉર્ફે હરસુખ ખેર સરપંચની ચૂંટણી જીત્યા પછી ગ્રામજનોને આશા હતી કે હવેડામાં પાણી આવશે અને મૂંગા પશુઓને પાણી પીવા મળશે, આ વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો પણ ખુબજ વસવાટ રહેલો છે અને સિંહ, દીપડા જેવા જાનવરો રાત્રિના સમયે પાણી પીવા માટે આવતા હોય છે,જોકે, આજે પણ આ હવેડા ખાલી જ છે અને પશુઓને પીવા માટે પાણીની વ્યવસ્થા નથી. “માલ ઢોર અને અન્ય પશુઓને પીવા માટે પાણીના કુંડા બનાવ્યા છે, પણ એક પણ હવેડામાં એક ટીપું પાણી નથી,” આ હવેડા માત્ર ગ્રાન્ટ પુરતા જ બનાવવામાં આવ્યા હોય તેવું લાગે છે, અને તેમાં ભ્રષ્ટાચારની શક્યતા છે.
સરપંચ મહિલા દક્ષાબેન હોવા છતાં તેમના પતિ અશોક ઉર્ફે હરસુખ પંચાયતના તમામ કામકાજ સંભાળે છે, “મહિલા સરપંચને તો પંચાયત વિશે કશી જ ખબર નથી હોતી. ગ્રામ સભામાં પણ તેમના પતિ જ હાજર રહે છે,” ગ્રામ સભા અને મીટિંગોમાં માત્ર ૫ – 7 લોકોને બોલાવીને સહી કરાવીને વિસર્જન કરી દેવામાં આવે છે. ખાસ કરીને, અનુસૂચિત જાતિ (SC) સમાજના બે સભ્યોને ક્યારેય બોલાવવામાં આવતા નથી, જે જાતિવાદનું પ્રતીક છે.
સરપંચ દક્ષા બેન ખેર નો પતિ અશોક ઉર્ફે હરસુખ ખેર”માથાભારે” અને “ભૂમાફિયા” વલણને કારણે કોઈ વ્યક્તિ કામની રજૂઆત કરવાની હિંમત કરતું નથી. જો કોઈ ગ્રામ સભામાં સવાલ કરે તો સીધી ધમકી આપવામાં આવે છે. “આવા લફંગાઓ અને માથાભારે લોકોને કારણે ગામનો વિકાસ થતો નથી. તેઓ ભ્રષ્ટાચાર કરીને લાખો રૂપિયા ઘર ભેગા કરવામાં મશગુલ છે,”.

આ આરોપોને લઈને સ્થાનિક વહીવટી તંત્ર કે સરપંચ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. જોકે, આવા કિસ્સાઓમાં તપાસની માંગ કરવામાં આવી રહી છે જેથી ગ્રામ પંચાયતના ફંડના ઉપયોગ અને વિકાસ કાર્યોની પારદર્શિતા જળવાઈ રહે. સરકારી કર્મચારી તલાટી કમ મંત્રી.વંદના બેન.તેમજ વિસ્તરણ અધિકારી શાંતા બેન.તેમજ વિજય પરમાર સહિત.TDO વિનોદ પરમાર સહિતનાઓ આ સરપંચના પતિ અશોક ઉર્ફે હરસુખ ખેર ના ઇશારે નાચી રહ્યાં છે.
ગુજરાતમાં અનેક ગામોમાં આવી જ સમસ્યાઓ જોવા મળે છે, જેમાં પાણીની સુવિધા અને ભ્રષ્ટાચારના આરોપો વારંવાર ઉઠે છે.
આ અંગે વધુ તપાસ અને કાર્યવાહીની આશા સાથે અધિકારીઓને અપીલ કરવામાં આવે તો ખોટા દસ્તાવેજી કાગળો બનાવી સરકારને પણ આંખમાં ધૂળ નાખવામાં આવે છે. આ તમામ ભ્રષ્ટાચારીઓ એટલા બધા દૂધે ધોયેલા હોય તો જાદવ સુભાષ ભાઇ ને સાથે રાખી સ્થળ તપાસ કરાવે…
Subscribe to my channel