ब्रेकिंग न्यूज़

*કોડીનાર. મિતિયાજ. ભાનુ જનરલ હોસ્પિટલ દ્વારા આંખ દાંત નો કેમ્પ*….

 

*ફ્રી નિદાન કેમ્પ માં 260 જેટલા દર્દીઓએ લાભ લીધો આંખ ના 204. તેમજ અન્ય અલગ અલગ પ્રકાર ની સારવાર કરવામાં આવી*

 

કોડીનાર તાલુકાના મિતીયાજ ગામમાં એવરેસ્ટ મલ્ટી સુપર સ્પેશ્યાલીટી એવમ શ્રી મહેતા ગાર્ડી અને ભાનુ જનરલ હોસ્પિટલ દ્વારા આંખ અને દાંત સારવાર કેમ્પ નું આયોજન

 

તેમજ વિવિધ તમામ રોગો માટે મિતીયાજ માધ્યમિક શાળા મિતીયાજબાપુ જમનાદાસ બાપુ સરપંચ સુરપાલસિહ બારડ લલિત વાળા દ્વારા દિપ પ્રાગટય કરી કેમ્પ નો પ્રારંભ કરવામાં આવ્યો …

 

હોસ્પિટલ ના ડો. અર્જુનભાઈ, રસીકભાઇ સોલંકી, હરકિશનભાઇ, કલ્યાણ ભાઈ વાઘેલા, દાંત ના ડોક્ટર ગૌસ્વામી તેમજ મિતીયાજ ગામના સરપંચ સુરપાલસિહ બારડ સામાજિક કાર્યકર લલિત વાળા જશુભાઇ બારડ , હરેશ વાળા, સચિન ઝાલા પ્રતાપભાઈ વાઢેર યુવા સંગઠન તેમજ ડો.રામસિહ સોસા, હોસ્પિટલ ના તમામ સ્ટાફ ના ભોજન ના દાતા મહેશભાઈ દાનસિહભાઈ ગોહિલ મંડપ ના દાતા નિલેશભાઈ કામળીયા સેવાકીય કાર્ય કર્યું હતું,

ફ્રી નિદાન કેમ્પ મા મિતીયાજ ગામના 260 લોકો એ નિદાન કરાવ્યું હતું જેમાં આંખ ના 204 , દાંત ના 54 , મોતિયો 23 વેલ 3 ના રોગો નું નિદાન કરવામાં આવ્યું હતું જે મોતિયા ના તમામ દર્દીઓના ફ્રી મા ઓપરેશન થશે. મિતીયાજ ગામના યુવા સરપંચ સુરપાલસિહ બારડ લલિત વાળા એ તમામ સ્ટાફ ગણ ભોજન ના દાતા મહેશભાઈ ગોહિલ નો તેમજ મિતીયાજ યુવા સંગઠન નો આભાર વ્યક્ત કર્યો હતો.

Gujarat state News @ State Chief Jadav Subhashbhai

Indian Crime News

Related Articles

Back to top button