ब्रेकिंग न्यूज़

ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ભાલોદ ને જોડતો માર્ગ અત્યંત બિસ્માર

ઝઘડિયા તાલુકાના રાજપારડીથી વણાકપોર, ભાલોદ, પ્રાકડ, જડસાડ, તોથીદરા, ઓરપટાર, રૂંઢ જેવા અનેક ગામોને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલત માં છે                                          તંત્ર દ્વારા અહીંયા ના તો ખાડાઓ પુરવામાં આવે છે કે નહીં પેચવર્ક કરવામાં આવતું

તંત્ર દ્વારા આ રસ્તાઓનું સમારકામ નહીં કરી અવગણના કરવામાં આવે છે તેના કારણે મોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન.

આ માર્ગ પરથી મોટી સંખ્યામાં સ્થાનિકો અવર જવર કરતા હોય છે. ત્યારે આ માર્ગ પર મસ્તમોટા ખાડા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકોને કમર તોડ માર સહન કરવાનો વારો આવ્યો છે. આ સાથે માર્ગ બનાવવાની તસ્દીત લેવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ ગામડાં ઓને જોડતો મુખ્ય માર્ગ તાત્કાલિક ધોરણે સરખો અથવા નવો બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Indian Crime News

Related Articles

Back to top button