લોક હિતના કામ કરી મેવાણી ખુશખુશાલ
*લોક હિતના કામ કરી મેવાણી ખુશખુશાલ*
*જ્યારે અથાગ મહેનત પછી સફળતા મળે એનો આનંદ જ અનેરો હોય છે…*
ū
મુક્તેશ્વર ડેમ 85 ટકા ભરાઈ જવાથી સમગ્ર વડગામ પંથક ની એવી માંગણી છે કે ડેમના દરવાજા ખોલીને પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવે જેથી નદી જીવંત બને અને ભૂગર્ભ જળ ઉંચુ આવે…
તેમ છતાં પાણી નદીમાં ન છોડીને કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે જેનો શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે અને ડેમનું પાણી નદીમાં છોડવામાં આવે તેવી રજૂઆત કરવા માટે સમગ્ર વડગામ પંથકની જનતાને અપીલ છે કે મુક્તેશ્વર ડેમ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાની માંગણી રજૂ કરે…
મુક્તેશ્વર ડેમ માંથી સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવે એના માટે વડગામના ધારાસભ્ય મેવાણી તનતોડ પ્રયાસ કર્યા હતા… છેવટે પ્રશાસન ને નમવું પડ્યું અને મુક્તેશ્વર ડેમનું પાણી સરસ્વતી નદીમાં છોડવું પડ્યું… નદી જીવંત થઈ…
આ નાનકડી સફળતાની ખુશી મેવાણી ના ચેહરા ઉપર સ્પષ્ટપણે જોઈ શકાય છે… *ચહેરાની ખુશી જોઈને જ અંદાજ આવી જાય છે કે કેટલી મહેનત કરી હશે…!*
વડગામ પંથકના લડવૈયાઓને અભિનંદન… 💐