Gujarat News : હારીજ તાલુકાના ગોવના ગામે દબાણ મામલે પાટણ કલેકટર ને આપ્યું આવેદન
વર્ષો થી ખુલ્લો રસ્તા હતા તે જગ્યા એ દબાણ કરી ગેરકાયદે વાડી નોદરવાજો મુક્યો પાટણ
રિપોર્ટર મુકેશ કુમાર પાટણ ગુજરાત
હારીજ તાલુકાના ગોવના ગામે જાહેર માર્ગો પર કથિતરીતે દબાણો વધી ગયા છે તેમજ અહીં ખેડૂતો ને સોલાર પ્લાન્ટ મામલે પણ યોગ્ય જવાબ કે વળતર મળતું નથી અને આ બાબતે વારમવાર પાટણ જિલ્લા વહીવટી તંત્ર આગળ લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ રાજકીય દબાણ કે પછી દબાણ કર્તાઓ ની બીક ના કારણે ગામ મા વર્ષો થી જાહેર રસ્તા ને એકા એક બંધ કરતા ગ્રામ જનો ને મુશ્કેલી પડી રહી છે હરિજના ગોવના ગામે કેટલીક જગ્યા એ દબાણ કરી મકાન બાંધકામ કરેલ તો આ બાબતે પ્રજાપતિ સમાજ અને દેવીપુજક સમાજ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર હારીજશુધીરજૂઆતો કરી હતી છતાં કોઈ નિર્ણય નહિ આવતા આજે કલેક્ટર પાટણ ને લેખિત માઆવેદન પત્ર આપ્યું હતું ગ્રામજનો નુ એવું કહેવું છે કે જે જાહેર રસ્તો વર્ષો થી ગ્રામજનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે દેસાઈ સમાજ દ્વારા હવે આ રસ્તો બંધ કરવામાં આવ્યી છે અને અહીં વાડી બનાવવની તૈયારીઓ ના ભાગ રૂપે અહીં દરવાજો મૂકી અવર જવર બંધ કરાતા ગ્રામજનો ને અન્ય લાબા રસ્તે થી નીકળવું પડે છે કલેકટર સમક્ષ રજૂઆત કરી અહીં તપાસ થાય તેમજ યોગ્ય ન્યાય મળે તેવી ગ્રામજનો ની માંગ છે