ब्रेकिंग न्यूज़
ભગવાનપુરા (રાનેર) પ્રાથમિક શાળામાં રક્ષાબંધન ની ઉજવણી કરાઈ
બાલિકા ઓ દ્રારા કુમકુમ તિલક તથા ચોખા ચોટાડી રાખડી બાંધી

રક્ષાબંધન નિમિત્તે ભગવાન પુરા રાનેર પ્રાથમિક શાળામાં તમામ બાળકો તથા શિક્ષકો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
ભાઈ બહેનના પ્રેમની યાદ અપાવતા તહેવાર ઉજવણીમાં સૌ પ્રથમ શાળાના આચાર્યશ્રી જોશી ચેલાભાઈ દ્વારા રક્ષાબંધનની ઉજવણી ક્યારથી શરૂ થઈ તેનું મહત્વ શું છે તથા ઉજવણી કઈ રીતે થાય છે તેની સુંદર ભાષામાં માહિતી આપવામાં આવી ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્રારા શિક્ષકો તથા બાળકોને કુમકુમ તિલક કરી ચોખા ચોટાડી રાખડી બાંધી ભાઈ નુ મોં મીઠુ કરાવ્યું હતુ

ત્યાર બાદ ભાઈઓ દ્રારા બહેનો ને ભેટ આપવામાં આવી આ રીતે રક્ષાબંધન નું મહત્વ બાળકો સમજે તેઓ પ્રયાસ કર્યો
આ કાર્યક્રમને સફળ બનાવવા પટેલ મહેશભાઈ, પટેલ અલ્પાબેન, પટેલ તથા મંજુલાબેને ખૂબ પરિશ્રમ કર્યો હતો


Subscribe to my channel