કચ્છમાં શિક્ષકોની ભરતી માટે વારંવાર રજૂઆતો કર્યા છતાં સરકાર વિદ્યાર્થીઓના હિતમાં દયાન નથી દેતી. સરકાર આંખ આડા કાન કરી રહી છે
અનોખી રીતે વિરોધ પ્રદર્શન
-
કચ્છમાં શિક્ષકોની ભરતી માટે વારંવાર રજૂઆતો કર્યા છતાં સરકાર વિદ્યાર્થીઓના હિતમાં દયાન નથી દેતી. સરકાર આંખ આડા કાન કરી રહી છે ત્યારે
કચ્છ જિલ્લા NSUI દ્વારા ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને શિક્ષકોની ભરતી કરે તે માટે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં હોમ હવન નું આયોજન કરવામાં આવ્યું . હતું
કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખૂબ જ ઘટ્ટ છે અને તાત્કાલિક ધોરણે સરકાર ભરતી કરે તેના માટે ભગવાન શંકરને પ્રાર્થના કરી હોમ હવન કરવામાં આવ્યો . કારણકે સરકાર ને અનેક વાર રજૂઆત કરવા છતાં અનેકવાર વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકારના પેટનું પાણી નથી હલતું અને જનતાને માત્ર લોલીપોપ આપી રહી છે ત્યારે હવે તો સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તેના માટે હવન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું . કચ્છના છ ધારાસભ્ય અને એક સાંસદ જો .શિક્ષકની ભરતી ના કરી શકતા હોય તો તમામે રાજીનામું આપી દેવું જોઈએ તેવું ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું
જેમાંકચ્છ જિલ્લા NSUI ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા . મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમભાઈ ગઢવી તાલુકા પંચાયતના સદસ્ય આસારીયા ભાઈ ગઢવી, સુરેન્દ્રસિંહ ઝાલા, અલ્તાફ,NSUI ના નિખિલ જુવડ, તુષાર મોથારીયા વિવેકસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા , શહેર કોંગ્રેસના ભરતભાઈ પાતારીયા, . હરેશ મોથારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા