ब्रेकिंग न्यूज़
વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વકીલોએ ફાઇલો પડતી મૂકી… અસીલો અને અરજદારો દુઃખી થયા.. નાસભાગ મચી….
આજે સવારે કોર્ટ બિલ્ડિંગને બોમ્બ થી ઉડાવી દેવાના મળેલ ઇ – મેલ થી શહેરમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
મળતી વિગતો મુજબ તારીખ 7-7-2025 ના વેરાવળ કોર્ટ રાબેતા મુજબ ખુલ્લે છે. સવારના આશરે 11 વાગ્યે ઇ – મેલ મળે છે. વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે
તો વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ના સમાચાર મળતા કોર્ટમાં આવેલ વકીલો તેમના અસીલો અને અરજદારો કોર્ટ બહાર દોડી આવિયા અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરી ગયા
હાલ મળેલ ધમકીના ઇ – મેલની તજવીજ તંત્રએ હાથ ધરી છે