Gujarat News શેઠ એચ. સી. પારેખ નવસારી હાઇસ્કુલ, નવસારી નું ગૌરવ

બ્યુરો ચીફ ચિરાગ પી. ભટ્ટ નવસારી, ગુજરાત
જી. સી. ઈ. આર. ટી. ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત QDC કક્ષાનો કલા ઉત્સવ (સપ્ટેમ્બર- 2024-25) શેઠ એચ સી પારેખ નવસારી હાઇસ્કુલ, નવસારી ખાતે યોજાયો હતો.
જેમાં નીચે પ્રમાણેના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા.
માધ્યમિક વિભાગનું પરિણામ
1) બાળકવિ સ્પર્ધા:
પંડ્યા જય જીગ્નેશકુમાર (10B)- પ્રથમ ક્રમ
2) સંગીત ગાયન સ્પર્ધા
ચૌહાણ ફેની યોગેશકુમાર (10A)- પ્રથમ ક્રમ
3) સંગીત વાદન સ્પર્ધા
પ્રજાપતિ વિનીત મહેન્દ્રભાઈ (10B)- પ્રથમ ક્રમ
4) ચિત્ર સ્પર્ધા
ટંડેલ શ્રુતિ ધીરુભાઈ (10B)- તૃતીય ક્રમ
ઉચ્ચતર માધ્યમિક વિભાગનું પરિણામ
1) ચિત્ર સ્પર્ધા
વાઘ માહી અમૃતભાઈ (11B)- પ્રથમ ક્રમ
2) સંગીત વાદન સ્પર્ધા
નાયકા દિવ્યાંંશુ ભીખુભાઈ (12B)- પ્રથમ ક્રમ
3) સંગીત ગાયન સ્પર્ધા
પટેલ આરોહી કિરણકુમાર (11B)- તૃતીયક્રમ
4) બાળકવિ સ્પર્ધા
શેખ આલિયાબાનુ સમીર(12A)- તૃતીયક્રમ
પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.
સર્વે વિજેતા વિદ્યાર્થીઓને તથા માર્ગદર્શક શિક્ષકો શ્રી લક્ષુભાઈ ચૌર્યા, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી વિપુલકુમાર ટંડેલ, શ્રી મિનેષભાઈ ગોહિલ તથા અન્ય શિક્ષકમિત્રોને નવસારી કેળવણી મંડળના પ્રમુખશ્રી તુષારકાંત દેસાઈ, ઉપપ્રમુખ શ્રી હિરેનભાઈ પારેખ, મંત્રી શ્રી ઠાકોરભાઈ નાયક શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ ટંડેલ તથા શાળા પરિવાર અભિનંદન પાઠવે છે અને એસ.વી.એસ. કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવે છે.

Subscribe to my channel