ब्रेकिंग न्यूज़

Gujarat News નવસારી-વિજલપોર ખાતેથી પસાર થતાં રેલવે ફ્રેઈટ કોરીડોરના ટ્રેક પરથી પસાર થઈ રહેલ માલગાડી અડફટે વિજલપોરના બે ના મોત ll

બ્યુરો ચીફ ચિરાગ પી. ભટ્ટ  નવસારી, ગુજરાત

નવસારી – વિજલપોર પાલિકાના વિજલપોર વિસ્તારમાં આવેલ રામનગરની બાજુમાંથી પસાર થતાં રેલવેના ફ્રેઈટ કોરીડોર પર બહારની તરફ ફ્રેન્સીંગ કરેલ હોવા છતાં, ગત રાત્રી દરમ્યાન ટ્રેકની બાજુમાં આવેલ વસ્તીમાં રહેતા ચાર જેટલા યુવાનો ફેન્સીંગ માંથી ટ્રેક તરફ દાખલ થઈ, ટ્રેક પર બેઠા હતા. દરમ્યાન સમય મુજબ, માલગાડી આ ટ્રેક પરથી પસાર થતાં, ટ્રેક પર બેસેલા રામજન્મ ચૌહાણ અને વિવેક ચૌહાણ નામના બે યુવાનો ધસમસતી માલગાડી હેઠળ કપાઈ ગયા હતા.

આ ઘટના અંગે જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી બંને મૃતદેહનો કબજો લઈ તેને પી.એમ. માટે ખસેડયા હતા. મૃતક યુવાનો મૂળ યુપીના રહીશ હતા.

રેલવેના ફ્રેઈટ કોરીડોર નજીક રહેણાંક વિસ્તારો હોવાથી રેલવે તંત્ર દ્વારા ટ્રેકની બંને તરફ સિમેન્ટ કોંક્રિટની પાકી દિવાલ બનાવી ફેન્સિંગ કરવામાં આવી છે. પરંતુ કેટલાક સ્થળોએ સ્થાનિકો દ્વારા આ દિવાલ તોડીને અવરજવર કરવામાં આવે છે.જેને લઈને ફ્રેઇટ કોરીડોર શરૂ થયાના દશ જ મહિનામાં ટ્રેન અડફટે ૨૦ જેટલા લોકોના મોત નીપજ્યા છે.

રેલવે ટ્રેક પર બેસવું કે પસાર થવું દંડ-સજાપાત્ર ગુનો, બેદરકારી જીવ પણ લઇ શકે છે

વિજલપોરના રામનગર નજીક રેલવેના ફ્રેઇટ કોરીડોર પર થયેલ અકસ્માતને પગલે રેલવે પ્રોટેક્ષન ફોર્સની ટીમે લોકોને રેલવે ટ્રેક ઓળંગવા અને તેના પર બેસવાના જોખમ અંગે સમજ આપી, આ બાબત સજાપાત્ર અને દંડપાત્ર ગુનો હોવાનું જણાવી તેમ કરવાથી દુર રહેવા જણાવ્યું હતું. આરપીએફની ટીમ દ્વારા લોકોને સમજ આપવામાં આવી હતી કે, રેલવેના ટ્રેક પર બેસવું જોખમી હોવા સાથે ઘણીવાર તેમાં જીવ પણ ગુમાવવો પડે છે. આ ઉપરાંત રેલવે ટ્રેક પર ફોટો-

સલ્ફી લેવી એ પણ ગુનો છે. જે માટે દંડથી લઈને જેલ થઈ શકે છે. એ જ રીતે રેલવે ટ્રેક ઓળંગવો પણ દંડ અને

સજાપાત્ર ગુનો છે. જેમાં છ મહિના સુધીની જેલ થઈ શકે છે તેમજ એક હજાર રૂ. સુધીનો દંડ થઈ શકે છે.

Indian Crime News

Related Articles

Back to top button