Gujarat News જુનાગઢ જીલ્લા પોલીસ વિભાગ દ્રારા માંગરોળ મુસ્લિમ આગેવાનો મદ્રેસા સંચાલકો સાથે હાશ્મી હોલ ખાતે મીટીંગ યોજી

રિપોર્ટર દાનિશ ગુજરાતી માંગરોળ ગુજરાત
માંગરોળ ખાતે ચાલતા મદ્રેસા સ્કુલની પોલીસ વિભાગ ની મુલાકાતો બાદ સમગ્ર મદ્રેસા સંચાલકો આગેવાનો સાથે જીલ્લા પોલીસ વિભાગ દ્રારા મીટીંગ નો આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજર રહેલ માંગરોળ ડીવાયએસપી કોડીયાતર અને નવ યુક્ત પી આઈ દેશાઈ હાજર રહીયા હતા, હિન્દુ મુસ્લિમ તહેવારો સાથે હોય સમગ્ર રાજ્યમાં અલગ માહોલ હોય ત્યારે માંગરોળમા કોમી એકતા જણાવાઈ રહે તે જરુરી છે,
માંગરોળ મુસ્લિમ સમાજનું દેશ પ્રેમ અને વફાદારી મામલે તિરંગા યાત્રા સમયે ગુહ મંત્રીએ પણ વખાણ કર્યા હતા, હાલ મુસ્લિમ સમાજમાં સ્ત્રી શિક્ષણ ઉંચુ લાવવા આગેવાનો પ્રયાસ કરે, ડી વાય એસ પી કોડીયાતર
મદ્રેસા તરફ લોકોની ભ્રામક માન્યતા અલગ છે હકીકત અલગ મદ્રેસા સ્ટાફ વિઘાર્થીઓ માટે પોલીસ ની જ્યારે પણ જરુર પડે કહેજો પી આઈ દેશાઈ આ પ્રસંગે પી આઈ દેશાઈ એ થોડા સમયથી મદ્રેસા સ્કૂલ ની મુલાકાતો લોકો ના મનમાં મદ્રેસા વિશે ચાલતા ભ્રમક વિચારો મુલાકાત બાદ અલગ જોવા મળે છે
મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ સાથે સાથે વિવિઘ શૈક્ષણિક શિક્ષણ પણ આપવામાં આવે છે, પોલીસ અને મદ્રેસા સાથે તાલમેલ જરુરી છે તેમ પી આઈ દેશાઈએ જણાવ્યું હતું, આ પ્રસંગે જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ખાસ કામ ને લીઘે હાજર રહી શક્યા ન હતા, મુખ્ય વક્તા ડીવાયએસપી કોડીયાતર એ માંગરોળ મુસ્લિમ સમાજની એકતા અને દેશ પ્રેમ વિશે વાત કરી ગત તિરંગા યાત્રામાં મદ્રેસા સહીતના મુસ્લિમ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીયા હતા તેની નોંઘ ગુહ મંત્રી હર્ષ સંધવી એ લીઘી હતી તેમ જણાવ્યું હતું, આ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્રારા ચાલતા મદ્રેસામાં સ્ત્રી શિક્ષણ વઘારવા આગેવાનો અને મદ્રેસા સંચાલકોને ટકોર કરી હતી, આ પ્રસંગે મુફ્તિ દાઉદ સાહબ ફકીરાએ જણાવ્યું હતું કે માંગરોળ કોમી એકતાનું પ્રતિક છે ત્યારે આવા સારા પોલીસ અઘિકારીઓ આવે તો તેમની સાથે કામ કરી શહેરને વઘુ પ્રગતીશીલ બનાવી શક્યે.,
ડી વાય એસ પી કોડીયાતરના સ્ત્રી શિક્ષણના સુચનો મામલે પોતાની વાતમાં પ્રત્યોતર આપતા મુફ્તિ હનિફ સાહબ જડાએ જણાવ્યુ કે સ્ત્રી શિક્ષણ માટે આર્થિક અને ભૌગોલિક માણખાની ઉણપ હોય ઉપરાત મુસ્લિમ કન્યાઓ માટે સુરક્ષિત હોસ્ટેલ પણ સૌરાષ્ટ્રમાં ઓછી હોય સાથે સરકારી ઓફીસોમાં થી શાળા અને ઉચ્ચ અભ્યાસ ની મંજુરી મણવા મામલે પણ થતી કનડગત પણ જવાબદાર છે તેમ છતાં મદ્રેસા સંચાલકો અને આગેવાનો આ મામલે ગંભીર છે અગાઉ શિક્ષણ અને આરોગ્ય ના હેતુ માટે ૨ કરોડની જમીનપણ લીઘી છે આ પ્રસંગે ઘાંચી સમાજના પ્રમુખ મો. હુશેનભાઈ ઝાલા , બૈતુલમાલ પ્રમુખ હનિફ ભાઈ પટેલ, રાઠોડ સમાજના પ્રમુખ ઝાકીર ભાઈ શેખ સહીત સમગ્ર મુસ્લિમ સમાજના નાના મોટા સમાજના પ્રમુખ આગેવાનો વિવિધ મંદ્રેસા સંચાલકો સહીતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીયા હતા, 

Subscribe to my channel