Gujarat News સંસ્કાર ભારતી રાજકોટ ના ઉપક્રમે જન્માષ્ટમી ની ઉજવણી ના ભાગરુપે વિદ્યાર્થીઓ,કલાકારો,

રીપોર્ટર રામજીભાઈ ડોડીયા પોરબંદર
લાગુરુ સાથે મોરલીએ મનડા હર્યા …… નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
કાર્યક્રમ ની શરૂઆત ગણેશવંદના સાથે કરી નાની બહેન નિરાલી દ્વારા કથ્થક શ્રેણી માં ન્રુત્ય રજુ કરેલ.
આદરણીય સંગીતજ્ઞ્ શ્રી અનંતરાય વ્યાસ સાહેબે ક્રુષ્નભક્તિ પર સુંદર ભજન પ્રસ્તુત કરેલ.
કુ.વર્ષા સેવક અને કરન સેવક દ્વારા મન મૂકીને વરસવા મોરપીંછ આધારીત ગીત ની પ્રસ્તુતી કરી. આપણા મંદિરો પર સોમનાથ ટ્રસ્ટ આર્કોલોજી વિભાગ સાથે કાર્યરત શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા દ્વારકાના પ્રમાણ અંગે ઘણી મનનીય વાતો રજુ કરી. સર્વે કલાકારો એ સમુહ માં ક્રુષ્ણભક્તિ આધારીત ઘણાં પદો શાસ્ત્રીય રાગો માં ગાયને સૌ ને મંત્રમુગ્ધ કરી દીધા..
..

અંતમાં કથ્થક નિષ્ણાંત ડૉ.જુલી અનડકટે આભાર દર્શન કર્યું.
ખૂબ શાંતિપૂર્ણ અને જન્માષ્ટમી તહેવારમા તરબતર થઈ સૌ ને આનંદ ની અનુભૂતિ કરાવી.
સમગ્ર કાર્યક્રમ માં પ્રાંત અધિકારી શ્રી મનિષભાઇ પરીખે ખૂબ જહેમત ઉઠાવી .

Subscribe to my channel