Gujarat News શહેરા તાલુકાના મોરવા રેણાં ગામ ખાતે ભારત બંધના એલાન ને લઈને બજારો બંધ રહ્યા હતા

બ્યુરો ચીફ વિક્રમ ભાઈ સોલંકી રેણાં મોરવા પંચમહાલ ગુજરાત
શહેરા તાલુકાના મોરવા રેણાં ગામ ખાતે ભારત બંધના એલાન ને લઈને બજારો બંધ રહ્યા હતા જ્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા એસટી એસસી કીમિલિયર લાગુ કરવાના આપેલા ચુકાદા ને લઈને દલિત અધિકાર સંઘ સાથે જોડાયેલા યુવાનો દ્વારા અનામત બચાવોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શહેરા તાલુકા નાં મોરવા રેણાં ગામ ખાતે ભારત બંધ એલાન ને લઈને બજારો સવારથી બંધ જોવા મળ્યા હતા જ્યારે બસ સ્ટેશન પાસે દલિત અધિકાર સંઘ સાથે જોડાયેલા મહેશ સોલંકી સહિતના યુવાનો એકત્રિત થઈને અનામત બચાવો જય ભીમ સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવી ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોરવા ગામના બજારો સવારથી બંધ હોવાથી ખરીદી કરવા આવતા લોકો ખરીદી કર્યા વગર પરત જતા જોવા મળવા સાથે રસ્તાઓ સૂમસામ નજરે પડી રહ્યા હતા જોકે મોરવા રેણા ગામ ખાતે બજારો સજ્જડ બંધ રહેતા ભારત બંધ ના એલાન ને અહી સમર્થન મળ્યું હતું જ્યારે દલિત અધિકાર સંઘનાં અગ્રણી મહેશ સોલંકી એ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટે નાં ચુકાદા ને લઈને અમારા દ્વારાવિરોધ કરવામાં આવ્યો છે અને મોરવા રેણાં ગામના બજારો બંધ રહેવા સાથે તમામ સમાજ ના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખેલ હતા

Subscribe to my channel