Gujarat News કલેકટર શ્રી ગિર-સોમનાથ, અધિક ઈજનેરશ્રી ભાવનગર, કા.પા.ઈ.શ્રી ગીર સોમનાથ

રિપોર્ટર ખાસીયા દિનેશ કુમાર ગીર ગઢડા
ગિર-સોમનાથ જીલ્લા ના ગિર-ગઢડા તાલુકાના કોદિયા ગામ પાસે આવેલ મચ્છુન્દ્રી જળાશયમાં પાણીની આવક વધતાં, જળાશય તેમના ડીઝાઈન સ્ટોરેજ પ્રમાણે ૮૦% ભરાઈ ગયેલ છે. હાલનું લેવલ ૧૦૮.૦૦ મીટર છે. ઉંડાઇ ૮.૫૦ મીટર છે અને ગ્રોસ જથ્થો ૨૫.૪૩૦૩ મી. ઘન મીટર છે. પાણીની આવક ચાલુ હોય ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે, જેથી નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવે છે. નદીના પટમાં કે કાઠા વિસ્તારમાં અવર જવર ન કરવા, તેમજ ઢોર ઢાખર અને વાહન પસાર કરવા નહીં. તેવી ચેતવણી અપાય જવા તેમજ સાવચેત રહેવા જાણ કરવા સારૂ જરૂરી ખાસ સુચના અપાઇ જવા વિનંતી છે.
ગિર-ગઢડા તાલુકાના ગામ
૧.રસુલપરા ૨.કોદિયા ૩.દ્રોણ ૪.ઇટવાયા ૫.ફાટસર ૬.ઝુડવડલી ૭.મેણ ૮. ગુંદાળા
ઉના તાલુકાના ગામ
૧.ચાચકવડ ૨.ઉના ૩.દેલવાડા ૪.કાળાપાણ ૫.રાજપરા ૬.રામપરા ૭.ઝાખરવાડા
૮.નવાબંદર
લેવલ : ૧૦૮.૦૦ મીટર
ઉંડાઈ : ૮.૫૦ મીટર
જથ્થો : ૨૫.૪૩૦૩ મી.ઘ.મી.
ઈનફ્લો : ૫,૨૯૭ ક્યુસેક
તારીખ:- ૨૨/૦૭/૨૦૨૪
સમય:- ૧૦:૩૦

Subscribe to my channel