ब्रेकिंग न्यूज़
Gujarat News નાયબ બાગાયત નિયામક અને ૪૫ ગામ સમાજ પ્રગતી સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું એક દિવસીય એર્બન હોર્ટીકલ્ચર તાલીમનુ આયોજન.

રિપોર્ટર: રવિરાજ મેહુલિયા ગોધરા ગુજરાત
નાયબ બાગાયત નિયામક કચેરી ગોધરા અને ૪૫ ગામ સમાજ પ્રગતી સેવા ટ્રસ્ટ ગોધરા ના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે એક દિવસીય અર્બન હોર્ટીકલ્ચર કિચન ગાર્ડન વિષય પર તાલીમ 13-07-2024 ના યોજાઈ હતી.
આ તાલીમમા તાલીમ વિષય નિષ્ણાંત ડો.યાદવ, બાગાયત સંશોધન કેંદ્ર વેજલપુર તેમજ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ગોધરાના તાત્રીક અધિકારી દ્વારા ઉપસ્થિત રહેલ તમામ અરજદારોને ટેરેશ ગાર્ડન,રૂફ ટોપ ગાર્ડન,કિચન ગાર્ડન, વર્ટીકલ ગાર્ડન વગેરે વિષયો પર તાલીમ આપવામા આવી હતી. આ સાથે અરજદારોને ફળાઉ રોપ વિતરણ કરવામા આવેલ હતુ. સદર કાર્યક્રમમા સંસ્થાના પ્રમુખ તેમજ મંત્રી શ્રી તેમજ અન્ય મહાનુભાવો હાજર રહેલ હતા.