ब्रेकिंग न्यूज़
Gujarat News : પ્રાચી તીર્થ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા ભારે ઘસારો

रिपोर्टर परमार कनकसिंह प्राची गुजरात
સુત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ભાદરવી અમાસ ના પાવન દિવસે મોક્ષ પીપળે પાણી રેડવા યાત્રિકોનો ભારે ઘસારો જોવા રહ્યો છે મધરાત્રીથી જ પિતૃઓનો પ્રારંભ થયો હતો સૌપ્રથમ મોક્ષ પીપડે પૂજા અર્ચના કર્યા બાદ પોતાના પિતૃના આત્માને શાંતિ માટે પાણી રેડી યથાશક્તિ દાન દક્ષિણા બ્રાહ્મણોને આપી ધન્યતા અનુભવે છે સાથે સાથે અહીં બિરાજમાન પૌરાણિક માધવરાયજી મંદિર તથા શિતળા માતાજી મંદિર, છ છ શિવ મંદિરોના પણ દર્શન કરી ધન્યતા અનુભવે છે આજના દિવસ નિમિત્તે ભારે યાત્રિકોનો ઘસારો જોવા મળી રહે છે અહીં તમામ પ્રકારની વિધિ કરવામાં આવે છે જે બ્રાહ્મણો કરાવે છે આખો દિવસ અહીં મેળા જેવો માહોલ જોવા મળે છે પોલીસ સ્ટાફ દ્વારા સુંદર ટ્રાફિકની કામગીરી કરવામાં આવી રહી છે.




Subscribe to my channel