ब्रेकिंग न्यूज़
Gujarat News : નેનાવા થી રામદેવરા સેવા કેમ્પ માટે ભક્તો રવાના
ब्यूरो चीफ जसवन्तभाई धानेरा गुजरात
નેનાવા: ભાદરવા માસ નિમિત્તે રામદેવરા પગપાળા જતા યાત્રાળુઓની સેવા માટે નેનાવા નગરના યુવાનો સેવા કાર્ય માટે રામદેવરા જવા નીકળ્યા છે. દર વર્ષે લાખો પદયાત્રીઓ રામદેવરા જાય છે ત્યારે રસ્તામાં તેમને પીવાના પાણીની બોટલ, નાસ્તો, ચા-પાણી અને જરૂરી દવાઓની સેવા પૂરી પાડવામાં આવશે. આ સેવા કાર્યથી નેનાવા નગરના યુવાનોને સેવા કરવાનો અનેરો અવસર મળ્યો છે.

આ સેવા યાત્રામાં માજીરાણા રમેશભાઈ છગનભાઈ, પુખરાજ જાની, ભરતભાઈ ગોવાળિયા, પ્રભુભાઈ દયા સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે. યાત્રાળુઓની સેવા એ જ પ્રભુ સેવા ના ભાવ સાથે તમામ સેવાભાવી કાર્યકરો ઉત્સાહભેર રવાના થયા હતા.


Subscribe to my channel