ब्रेकिंग न्यूज़
Gujarat News : પ્રાચી તીર્થ ખાતે બિરાજમાન પૃથ્વેશ્વર મહાદેવ ને ડ્રાઇફ્રુટ શૃંગાર કરાયો
પ્રાચી તીર્થ ખાતે પવિત્ર સરસ્વતી નદી કિનારે બિરાજમાન પૃથ્વેશ્વર મહાદેવ ને ડ્રાઇફ્રુટ શૃંગાર કરવામાં આવ્યો હતો
रिपोर्टर परमार कनकसिंह प्राची गुजरात
પવિત્ર પૂર્વ વાહિની સરસ્વતી નદી કિનારે આવેલું અંદાજે ૪૫૦૦ વર્ષ જુનું પાંડવો વખત નું અતિ પૌરાણિક શ્રી પૃથ્વેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે જ્યાં શિવ ભક્તો દ્વારા શ્રાવણ માસ દરમિયાન રોજ અવનવા શૃંગાર કરવામાં આવે છે જેમા આજ રોજ પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર નિમિતે શિવ ભક્તો દ્વારા મહાદેવ ને ડ્રાઇફ્રુટ શૃંગાર કરવામાં આવ્યો હતો જેમા કાજુ, બદામ, કીસમીસ, અંજીર, જેવા ડ્રાઇફ્રુટ તેમજ પુષ્પ તેમજ, બિલ્વપત્ર નો ઉપયોગ કરવામાં આવ્યો હતો શિવ ભક્તો દ્વારા અંદાજે ત્રણેક કલાક ની જહેમત બાદ દર્શન ખુલ્લા મુકાયા હતા જેમા પ્રાચી સ્થાનિક લોકો તેમજ પ્રાચી તીર્થ ખાતે પધારતા યાત્રિકો એ આ ભવ્ય અને દિવ્ય દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી


Subscribe to my channel