IC News and Media House Private Limited


ब्रेकिंग न्यूज़

ગીર સોમનાથ મિતિયાજ ગામમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી.

કોડિનાર તાલુકાના મિતિયાજ પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય શ્રી અરસીભાઈ રાઠોડને શિક્ષણ અને PGVCL કર્મચારી શ્રી પરબતભાઈ વાઢેળ ને સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા,,.

મિતિયાજ ગામનું ગૌરવ વધારનાર શિક્ષક અરસીભાઈ રાઠોડનું તાલુકા કક્ષાએ સન્માન

 

oplus_136314880

ગીર સોમનાથ | કોડીનાર

 


કોડીનાર તાલુકાના મિતિયાજ પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય શિક્ષક શ્રી અરસીભાઈ સામતભાઈ રાઠોડને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ કોડીનાર તાલુકાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

Oplus_153223168

આ સન્માન તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત ગીરદેવળી માધ્યમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે સતત સારી કામગીરી કરી મિતિયાજ ગામ તેમજ મિતિયાજ પ્રાથમિક કન્યા શાળાનું ગૌરવ વધારવા બદલ અરસીભાઈ રાઠોડને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

 


આ પ્રસંગે મિતિયાજ ગામના સરપંચશ્રી સુરપાલસિંહ બારડ, સામાજિક કાર્યકર લલિતભાઈ વાળા, મિતિયાજ પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ વાઢેળ તથા શાળાના સ્ટાફગણ દ્વારા શિક્ષક અરસીભાઈ રાઠોડને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેઓ શિક્ષણ ક્ષેત્રે હંમેશા ઉત્કૃષ્ટ કામગીરી કરતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
આ ઉપરાંત મિતિયાજ ગામના PGVCL કર્મચારી શ્રી પરબતભાઈ વાઢેળની પણ તેમની સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની કામગીરીને બિરદાવી મિતિયાજ ગામના લોકો દ્વારા તેમને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
શિક્ષણ અને સેવાકીય ક્ષેત્રે ગામના બે પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન થતાં મિતિયાજ ગામમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button