IC News and Media House Private Limited


ब्रेकिंग न्यूज़

Gujarat News : RAR ફાઉન્ડેશન દ્વારા ધ્રાંગધ્રા ખાતે યોગ અને ફિટનેસ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન

रिपोर्टर सिसौदिया रवीन्द्र जामनगर गुजरात

ધ્રાંગધ્રા: RAR ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી રાજદીપસિંહજી જાડેજા (રીબડા)ના જન્મદિવસ નિમિત્તે તા. 10 ઓગસ્ટના રોજ ધ્રાંગધ્રા ખાતે આવેલ શેઠ શ્રી મોતિલાલ મૂળચંદ વિદ્યાલય ખાતે યોગ અને ફિટનેસ ટ્રેનિંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો, શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ બનાવવાનો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો છે. નિયમિત યોગ દ્વારા શરીરની તંદુરસ્તી, માનસિક શાંતિ તથા આત્મવિશ્વાસમાં વધારો થાય છે, ત્યારે આજના યુવાનો માટે યોગ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે. વર્ષ 2015થી સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. યોગ આજે વિશ્વના અનેક દેશો દ્વારા સ્વીકારવામાં આવ્યો છે અને સ્વસ્થ જીવનનો અભિન્ન ભાગ બન્યો છે.

કાર્યક્રમનું માર્ગદર્શન અને સંચાલન ઝાલાવાડ ફિઝિકલ એકેડમીના સંચાલક શ્રી યુવરાજસિંહ ઝાલા (કોંઢ) દ્વારા કરવામાં આપ્યુ. આ પ્રસંગે RAR Foundationના ઇન્ચાર્જ શ્રી બ્રિજરાજસિંહ વાઘેલા, તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ઇન્ચાર્જ શ્રી રિશિરાજસિંહ રાણા વિશેષ ઉપસ્થિત રહી યુવાનોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યુ. આ કાર્યક્રમમાં આઈ.ટી.આઈ.ના નિવૃત અધિકારી શ્રી રાજેન્દ્રસિંહ રાણા પણ વિશેષ ઉપસ્થિત રહેલ, RAR ફાઉન્ડેશન દ્વારા તમામ વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો તેમજ નાગરિકોને આ આરોગ્યલક્ષી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગ અને ફિટનેસના માધ્યમથી સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. “સ્વસ્થ યુવા – સશક્ત ભારત”ના સંકલ્પ સાથે યોજાનાર આ કાર્યક્રમ ધ્રાંગધ્રાના યુવાનોમાં આરોગ્ય અને ફિટનેસ પ્રત્યે નવી જાગૃતિ લાવશે.

ChatGPT Image Jun 19, 2026, 03_57_34 PM

Related Articles

Back to top button